TMCના વધુ એક ધારાસભ્યએ પાર્ટી છોડવાની કરી જાહેરાત, ધારાસભ્યએ કહ્યું- અહીં મને કામ કરવા દેવામાં આવી રહ્યું નથી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-02 12:15:17
  • Views : 253
  • Modified Date : 2021-02-02 12:15:17

    પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ધારાસભ્યો એક પછી એક પાર્ટી છોડી રહ્યા છે. સોમવારે ડાયમંડ હાર્બરના ધારાસભ્ય દીપક હલ્દરે પણ પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે પાર્ટીનું નેતૃત્વ તેમને કામ કરવા દેતું નથી. અટકળો એવી ચાલી રહી છે કે તેઓ ભાજપમાં પણ જોડાઇ શકે છે.

    તેમણે કહ્યું કે હું બે વખતથી ધારાસભ્ય છું. 2017થી મને જનતા માટે કામ કરવા દેવામાં આવી રહ્યું નથી. આ વિશે પાર્ટી હાઈકમાન્ડને જણાવ્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. મને પાર્ટીના કાર્યક્રમો વિશે પણ કહેવામાં આવતું નથી. હું મારા પ્રદેશના લોકોને માટે જવાબદાર છું. તેથી મેં પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. ટૂંક સમયમાં જ હું મારું રાજીનામું જિલ્લા અને પ્રદેશ પ્રમુખને મોકલી દઇશ.છેલ્લા કેટલાક મહીનાથી હલ્દર પાર્ટી હાઈકમાન્ડથી ખુશ ન હતા અને અનેક વખત પાર્ટીની ટીકા પણ કરી રહ્યા હતા. હલ્દરને ભાજપના નેતા સોવન ચેટર્જીની નજીકના પણ માનવામાં આવે છે. હાલ માં જ તેમણે સાઉથ કોલકાતામાં ચેટર્જી સાથે મુલાકાત કરી હતી. TMCએ આ મામલે કોઈ જ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.

    આ પહેલા 30 જાન્યુઆરીએ ભૂતપૂર્વ પ્રધાન રાજીબ બેનર્જી, ધારાસભ્ય બૈશાલી દાલમિયા અને ધારાસભ્ય પ્રવીર ઘોશાંલ સહિત 5 TMCના નેતાઓ ભાજપમાં જોડાયા હતા. આ સિવાય અભિનેતા રૂદ્રનીલ ઘોષ પણ ભાજપમાં જોડાયા હતા. આ બધા દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત બાદ ભાજપનું સભ્યપદ મેળવ્યું હતુ.19 ડિસેમ્બરે શુભેન્દુ સાથે સાંસદ સુનિલ મંડળ, પૂર્વ સાંસદ દશરથ તિર્કી અને 10 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. તેમાંથી 5 ધારાસભ્યો તૃણમૂલના જ હતા.30 મી મેના રોજ મમતા બેનર્જી સરકારનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. તેથી, એપ્રિલ-મેમાં જ 294 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે.



Download Our B K News Today App



Related News