દિયોદરમાં વધુ એક ચોરીની ઘટના આવી સામે : દૂધ મંડળીમાં 1.50 લાખની ચોરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-03 12:35:30
  • Views : 345
  • Modified Date : 2021-02-03 12:35:30

    બનાસકાંઠા જિલ્લાના દિયોદર માં એક પછી એક ચોરીની ઘટના સામે આવી રહી છે છેલ્લા એક મહિનામાં દિયોદર ખાતે અનેક ચોરીની ઘટના સામે આવી છે ત્યારે વધુ એક દૂધ મંડળીમાં 1.50 લાખની ચોરી થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે...

- બનાસકાંઠા જિલ્લામાં ચોરીની ઘટનામાં વધારો...

- દિયોદરમાં છેલ્લા એક મહિનામાં 10 થી પણ  વધુ ચોરી...

- દિયોદર દૂધ મંડળીમાં 1.50 લાખની ચોરી...

- ચોર ટોળકીને ઝડપવા લોકોની માંગ...

- બનાસકાંઠા જિલ્લામાં ચોરીની ઘટનામાં વધારો...

- દિયોદર દૂધ મંડળીમાં 1.50 લાખની ચોરી...

       બનાસકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં એક જ મહિનામાં ડીસા ધાનેરા અને દિયોદરમાં ચોર ટોળકી સક્રિય બની છે અને એક પછી એક મોટી મોટી ચોરીઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી ચોર ટોળકી સરકારી કચેરીઓ તેમજ દુકાનો અને મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી ની ઘટના અંજામ આપી રહ્યા છે અને જાણે પોલીસથી કોઈ જ ડર રહ્યો ન હોય તેમ ચોરીની ઘટનાને એક બાદ એક અંજામ આપી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં સતત વધી રહેલી ચોરીની ઘટનાને લઈ હાલ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે..

      બનાસકાંઠા જિલ્લામાં વધતી જતી ચોરીની ઘટનાને લઇ હાલમાં સૌથી વધુ ચોરીની ઘટના દિયોદરમાં સામે આવી છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં એક જ મહિનામાં દોસ્તી પણ વધુ ચોરીની ઘટનાઓ સામે આવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે દિયોદરમાં એક મહિનામાં મકાન મંદિર અને સરકારી દૂધ મંડળીઓમાં પણ ચોરીની સામે આવી રહી છે ચોરોને જાણે દિયોદરમાં ચોરી કરવાનું સહેલું લાગી રહ્યું હોય તેમ એક જ મહિનામાં દસ જેટલી મોટી મોટી ચોરી ની ઘટના ને અંજામ આપ્યો છે. દિયોદરમાં ચોર ટોળકી અને જાણે દિયોદર પોલીસની કોઈપણ પ્રકારનો ડર ના હોય તેમ મોટી મોટી ઘટનાને અંજામ આપી રહ્યા છે..

     દિયોદરમાં સતત વધતી જતી ચોરીની ઘટના બાદ વધુ એક ચોરીની ઘટના દિયોદર તાલુકાના ધનકવાડા ગામ એ સામે આવે છે સમગ્ર ચોરીની ઘટનાની વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રિએ ચોર ટોળકી સક્રિય બની હતી અને દિયોદર તાલુકાના ધનકવાડા ગામે આવેલ દૂધ મંડળીમાં ચોર હોય રાત્રિના સમયે નો લાભ લઇ અંદર પ્રવેશ કર્યો હતો જ્યાં મંડળી માં પ્રવેશ કર્યા બાદ ચોરોને રોકડ રકમ હાથમાં ન આવતા આખરે ચોર ટોળકીએ મંડળી માં પડેલા કોમ્પ્યુટર અને ઈલેક્ટ્રીક વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટનાની જાણ સવારે દૂધ મંડળી ખોલતા થઈ હતી જે બાદ થોડીવાર તો એ આટલી ચોરી થી સંતોષ થતો હોય તેમ ગામમાં આવેલ એટીએમ તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ atm તોડવામાં ચોર નિષ્ફળ રહ્યા હતા આ ચોરીની ઘટનાની જાણ દૂધ મંડળીના ચેરમેન દ્વારા સવારે દિયોદર પોલીસને કરતાં દિયોદર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ દરમિયાન દૂધ મંડળીમાં 1.50 લાખની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું. ચોરીની ઘટના સી સી ટીવી માં પણ કેદ થઇ હતી જેથી આ સમગ્ર ઘટના બાબતે હાલ દિયોદર પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

     બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના દિયોદર માં છેલ્લા એક મહિનામાં સૌથી વધુ ચોરીની ઘટના સામે આવી રહી છે ચોરો એક બાદ એક મોટી મોટી ચોરીની ઘટનાને પંજાબ આપી રહ્યા છે. દિયોદરમાં સતત વધી રહેલી ચોરીની ઘટનાને લઇ હાલમાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તાત્કાલિક ધોરણે આ બાબતે દિયોદર પોલીસ રાત્રે દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારે અને સતત ચોરીની ઘટનાને અંજામ આપતી ચોર ટોળકીને ઝડપી પાડી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી ભાગ દિયોદરના સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે..

 

 

Download Our B K News Today App



Related News