બનાસકાંઠા ભૂસ્તર વિભાગનો વધુ એક સપાટો : મોડી રાત્રે ચેકિંગ કરી ગેરકાયદેસર રીતે રેતી ખનીજ વહન કરી રહેલ 4 ડમ્પર કબ્જે કર્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-01 12:42:57
  • Views : 813
  • Modified Date : 2021-10-01 12:42:57

    બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા ડીસામાં ખાણ ખણીજ ની ચોરી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા ઓફિસના સમય બાદ મોડી રાત્રે અને વહેલી સવારે ખાનગી રાહે ઓચિંતી રેડ કરી અનેક વખત ખનીજ ચોરી ઝડપી પાડી છે ત્યારે ભૂસ્તર અધિકારી સુભાષ જોશીના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિભાગની ટિમ  મોટા જામપુર ગામે પહોંચી તપાસ હાથ ધરતા રેતી ભરેલા ત્રણ ડમ્પર  મળી આવેલ જે ડમ્પરના ચાલક પાસે રોયલ્ટી પાસ બાબતે પૂછપરછ કરતાં રોયલ્ટી પાસ મળી આવેલ નહીં જેથી ત્રણ ડમ્પરો કબજે કરી થરા પોલીસ મથકે મૂકવામાં આવ્યા હતા ત્યારબાદ વહેલી સવારે ફરી  ચેકિંગ હાથ ધરતા આખોલ ચાર રસ્તા પાસે થી પસાર થઇ રહેલ એક રેતી ભરેલા ડમ્પરના ચાલક પાસે રોયલ્ટી પાસ માંગતા  મળી આવેલ નહીં જેથી  ડમ્પરને કબ્જે લઈ ડીસા તાલુકા પોલીસ મથકે મુકેલ  આમ મોડી રાત્રે અને વહેલી સવારે મળી કુલ ચાર ડમ્પર કબજે કરી રૂ એક કરોડ નો મુદ્દામાલ કબ્જે કરી  રૂ  11.90 લાખનો દંડ વસૂલવા કાર્યવાહી હાથ ધરેલ છે. બનાસકાંઠા ભૂસ્તર વિભાગની સતત કડક કાર્યવાહી અને  ખાનગી રાહે તપાસ ને લઈને બનાસકાંઠાના ભુ માફિયાઓ માં ફફડાટ ફેલાયો હતો.બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટિમ એ ગતરોજ ચાર ડમ્પર ઝડપી પાડેલ જેમાં મોટા જામપુરા પાસેથી ડમ્પર નંબર GJ 18 BT 3547,GJ 08 AU 7400,GJ 08 AU 2308 તેમજ ડીસા આખોલ પાસેથી ડમ્પર નમ્બર GJ 08 Y 4432 આમ કુલ ચાર ડમ્પર કબ્જે કરી રૂ એક કરોડ મુદ્દામાલ કબ્જે કરેલ છે. બનાસકાંઠા ભૂસ્તર અધિકારી સુભાષ જોષી ના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે છેલ્લા છ માસમાં ઓચિંતી ચેકીંગ હાથ ધરી 266 ખનીજ ચોરી ના કેસ કરી રૂ 261.17 લાખનો દંડ ફટકારી સરકાર ને મતબર આવક ઉભી કરેલ છે. બનાસકાંઠા ભૂસ્તર વિભાગે ખાસ કરીને  ડીસા તાલુકાના રાણપુર, ભડથ,કૂપટ, માલગઢ, તેમજ કાંકરેજ તાલુકાના ના મોટા જામપુરા,કંબોઈ, ઉમેરી ,કસલપુર,અરણીવાડા વિસ્તારમાં થતી ખનીજ ચોરીઓ ઝડપી અત્યારે સુધીમાં અનેક વાહનો કબ્જે કરી દંડ ની વસુલાત કરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News