અમદાવાદમાં કોરોના સિવાય સામાન્ય તાવ, શરદી-ઉધરસ તથા ઝાડા-ઉલટી જેવા રોગોમાં વધારો, ખાનગી ક્લિનિક બહાર દર્દીઓની લાઈન લાગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-01 14:46:12
  • Views : 306
  • Modified Date : 2021-05-01 14:46:12

    કોરોના વાયરસની બીજી કહેર ઘાતક સાબિત થઈ છે જેને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મોટા ભાગે કોરોનાની સારવાર જ આપવામાં આવી રહી છે. ત્યારે અન્ય બીમારી કે સામાન્ય રોગના લક્ષણો ધરાવતા દર્દીઓને હવે ખાનગી ક્લિનિકમાં લાઈનમાં ઉભુ રહેવું પડ્યું છે. છેલ્લા કેટલાય સમયથી ખાનગી ક્લિનિકમાં અને ક્લિનિક બહાર દર્દીઓની લાંબી લાઇનો જોવા મળી રહી છે અને દર્દીએ કોરોના હોસ્પિટલની જેમ વેઈટિંગ કરવું પડી રહ્યું છે.

    શહેરની મોટા ભાગની સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં હાલ કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે. જેના કારણે હવે સામાન્ય બીમારી હોય તો લોકો ક્યાં જવું તેને લઈને મુશ્કેલીમાં મુકાયા છે. આ સમયે ખાનગી ક્લિનિકમાં જવાનું હવે લોકોએ શરૂ કર્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી અન્ય બીમારી જેવું કે તાવ આવવો, શરદી - ઉધરસ, ઝાડા-ઉલટી જેવા રોગોમાં વધારો થયો છે જેના કારણે ખાનગી હોસ્પિટલમાં લોકોએ જવાનું શરૂ કર્યું છે. જેથી હવે શહેરની ખાનગી હોસ્પિટલમાં પણ હવે લાંબી લાઇન અને ભીડ જોવા મળી રહી છે.

    ડૉ.સુકેતુ શાહે  વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યારે કોરોના સિવાય પણ ઋતુઓને કારણે શરદી ઉધરસ અને સામાન્ય તાવ તથા પેટને લગતી બીમારી જેવી કે ઝાડા ઉલટીના કેસો વધ્યા છે જેને કારણે ખાનગી હોસ્પિટલમાં લોકોનું ભરણ વધ્યું છે.જરૂરી નથી કે આ બધા લક્ષણો હોય તો કોરોના જ હોવો જોઈએ,લોકોએ આવા બીમારીથી ગભરાવું ના જોઈએ ડોકટરની સલાહ લઈને સારવાર મેળવવી જોઈએ.અત્યારે લોકો ઈન્ટરનેટ કે અન્ય માધ્યમ દ્વારા જાણકારી મેળવીને હવે જાતે દવા લેવા લાગ્યા છે. હાલમાં કોરોનાનો જે દર્દી ઘરે દાખલ હોય તેઓ ઓક્સિજન ઓછું હોય તેના માટે એસ્પીડોસપર્મા નામની હોમિયોપેથીક દવાનો પણ ઉપયોગ જાતે જ કરી રહ્યા છે. પરંતુ તેવું ના કરવું જોઈએ. આ દવાનો ઉપયોગ ડોકટરની સલાહ લઈને કરવો જોઈએ કારણ કે જેમ રેમડીસિવિર ઇન્જેક્શનની ઘટ પડી છે તેમ આ દવાની પણ ઘટ પડી શકે છે.

    દિનેશ પટેલ નામના દર્દીએ જણાવ્યું હતું કે, તેમને કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પરંતુ સામાન્ય તાવ તથા શરદી ઉધરસ થઈ ગઈ છે જેને કારણે અડધો કલાકથી ક્લિનિક પર ઊભા છે જેમનો હવે નંબર આવશે. ત્યારે અન્ય એક દર્દીએ પણ જણાવ્યું હતું કે સામાન્ય તાવ આવતા તેઓ દવા માટે લેવા આવ્યા છે.


Download Our B K News Today App



Related News