ડીસામાં આજે વધુ એક હત્યાની ઘટના આવી સામે : ચાર શખ્સોએ મહિલા પર ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-05 15:32:01
  • Views : 1556
  • Modified Date : 2022-06-05 15:32:01

ડીસામાં આજે વધુ એક હત્યાની ઘટના આવી સામે : ચાર શખ્સોએ મહિલા પર ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો કર્યો

બનાસકાંઠાના ડીસા શહેરમાં આજે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ક્રિકેટ રમવાની બાબતે બાળકો વચ્ચે ઝઘડો થતાં ચાર શખ્સોએ મહિલા પર ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં જ પોલીસે હત્યારા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

 

ડીસાના મીરા મોહલ્લા વિસ્તારમાં ત્રણ દિવસ અગાઉ ક્રિકેટ રમવા બાબતે બાળકો વચ્ચે બોલાચાલી થતા ઝઘડો થયો હતો. બાદમાં બાળકોના ઝઘડાને લઈ તેમના પરિવારો વચ્ચે બાખડયા હતા અને ચાર શખ્સોએ નુરબાનુ જહુરહુસેન નામની 65 વર્ષીય વૃદ્ધ મહિલા ના ઘરમાં ઘૂસી જઈ જીવલેણ હુમલો કર્યો હતો. પેટમાં લાતો મારવા ના કારણે નુરબાનુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત મહિલાને તેમના પરિવારજનો અને આજુબાજુના લોકોએ સારવાર માટે  સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે પેટમાં ગંભીર ઇજા થઇ હોવાના કારણે સારવાર દરમિયાન નુરબાનુનું આજે કરુણ મોત નીપજયું હતું. બનાવ ને પગલે ડીસા દક્ષિણ પોલીસ હત્યારાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, ઉલ્લેખનીય છે કે ડીસા શહેરમાં છેલ્લા એક જ અઠવાડિયામાં હત્યા ની આ ત્રીજી ઘટના છે અગાઉ 20 રૂપિયા અને 500 રૂપિયા તેમજ આજે બાળકો વચ્ચે થયેલી બોલાચાલી જેવી સામાન્ય બાબતે હત્યાઓ થઈ રહી છે જે સમાજ માટે પણ લાલબત્તી સમાન કિસ્સાઓ છે. ત્યારે લોકોએ આવી નજીવી બાબતો માં સમાધાન કરી ઉકેલ લાવવો જોઈએ   જેથી આવા ગંભીર ગુન્હાઓ ને બનતા અટકાવી શકાય . . . ..

Download Our B K News Today App



Related News