સોખડામાં વધુ એક સાધુ વિવાદમાં:

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-23 17:14:54
  • Views : 104
  • Modified Date : 2023-06-23 17:14:54

 સોખડા સ્વામિનારાયણ મંદિર અવાર નવાર વિવાદમાં આવે છે. જમીન ખરીદીનાં કૌભાંડને લઈ સોખડા સ્વામિનારાયણ મંદિરનાં સંત ફરી વિવાદમાં આવ્યા છે. જેમાં ત્યાગવલ્લભ સ્વામીએ શિક્ષાપત્રીથી વિપરીત પોતાનાં નામે જમીન કરાવી દીધી હતી. સ્વામીજીએ આસોજ, સોખડા, મોક્સી, દશરથમાં ત્યાગવલ્લભ સ્વામીએ જમીન લીધી હોવાનું સામે આવવા પામ્યું છે. તેમજ ત્યાગવલ્લભદાસ ગુરૂ સ્વામી હરિપ્રસાદ દાસજીના નામનો સરકારી દસ્તાવેજમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. તેમજ ભરૂચનાં ઝઘડિયામાં પણ ત્યાગવલ્લભ સ્વામીએ જમીન પોતાના નામે કરાવી છે.આત્મીય યુનિવર્સિટીમાં કરોડોના કૌભાંડ બાદ સ્વામી ફરારસોખડાનાં ત્યાગવલ્લભ સ્વામીનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં ત્યાગવલ્લભ સ્વામી દ્વારા જમીન ખરીદીનું વધુ એક કૌભાડ બહાર આવતા હરી ભક્તોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં ત્યાગવલ્લભ સ્વામીએ વડોદરાનાં આંસોજમાં બીજું નામ ધારણ કરી જમીન ખરીદી  છે. વિનુભાઈ ગોરધનભાઈ પટેલ ઉર્ફે ત્યાગ વલ્લભ સ્વામીના નામે જમીન ખરીદવામાં આવી છે. વડોદરાનાં આસોજ, દશરથ, મોક્સી અને સોખડા સહિતનાં ગામડાઓમાં જમીનો ખરીદી છે. તેમજ જમીન ખરીદનારના નામમાં સાધુ પ્રેમ સ્વરૂપનું નામ પણ સામેલ છે. ત્યાગ વલ્લભ સ્વામી રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં કરોડોનાં કૌભાંડ બાદ હાલ તેઓ ફરાર છે.સંતો મહિલાઓ સાથે વાતો કરતા હોય તેવા પણ ફોટો વીડિયો સામે આવ્યા જમીન ખરીદીનાં કૌભાંડમાં ત્યાગ વલ્લભ, પ્રેમ સ્વરૂપ બાદ અન્ય સંતો પણ વિવાદમાં આવ્યા છે. જેમાં અન્ય સંતોના નામે પણ જમીન- મિલ્કતો થયાનાં દસ્તાવેજો સામે આવ્યા છે. નવસારીનાં આનંદસ્વરૂપ સ્વામી, સોખડાનાં જ્ઞાનસ્વરૂપદાસ સ્વામીનું નામ સામે આવ્યું છે. તેમજ સાધુ હરિવંદનદાસ, સાધુ ધર્મજીવનદાસના નામે પણ જમીન-મિલ્કતનાં કાગળો થયા હોવાનું સામે આવ્યું છે. તેમજ સંતો મહિલાઓ સાથે વાતો કરતા હોય તેવા પણ ફોટો તેમજ વીડિયો સામે આવ્યા છે. ત્યારે હરી સૌરભદાસ અને સંત વલ્લભદાસ ગુરૂનાં બેંક ખાતાની માહિતી સામે આવી છે. ત્યારે બંને સંતોનાં બેંક ખાતાથી ટ્રાન્ઝેક્શન થયા હોય તેવા સ્ક્રીન શોર્ટ વાયરલ થયા છે. 

Download Our B K News Today App



Related News