સુરતમાં ફરી મોટી દુર્ઘટના સામે આવી બીજા માળેથી મિલની લિફ્ટ તૂટતા 9 લોકો નીચે પટકાયા એકનું મોત, 8 ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-05 13:54:41
  • Views : 294
  • Modified Date : 2022-10-05 13:56:41

    સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ગિરધર એસ્ટેટ-2માં આવેલી લૂમ્સના કારખાના અને લોન્ડ્રીના કારખાનામાં કામ કરતા આઠ કામદાર ત્રીજા માળેથી પટકાયા છે. ત્રીજા માળેથી લિફ્ટમાં કામદારો વહેલી સવારે લિફ્ટમાંથી નીચે ઊતરી રહ્યા હતા. ત્યારે લિફ્ટનો તાર તૂટી પડતાં ધડાકાભેર નીચે પડી હતી, જેમાં એક કામદારનું મોત નીપજ્યું છે, જ્યારે સાત કામદારને ગંભીર ઈજા પહોંચતાં સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા છે. સુરતના ભટાર વિસ્તારમાં શાંતિનાથ મિલની પાછળ આવેલા ગિરધર એસ્ટેટ-2માં ગંભીર દુર્ઘટના સામે આવી છે. ગિરધર એસ્ટેટ-2માં આવેલા લૂમ્સના કારખાના અને લોન્ડ્રીના કારખાનાના કામદારો ત્રીજા માળેથી નીચે પટકાયા છે. ત્રીજા માળે આવેલી લોન્ડ્રીના કારખાનામાં કામ કરી રહેલ આઠ જેટલા કામદારો વહેલી સવારે લિફ્ટ દ્વારા નીચે આવી રહ્યા હતા. દરમિયાન અચાનક જ લિફ્ટનો તાર તૂટી પડ્યો હતો અને ત્રીજા માળેથી સીધી લિફ્ટ ધડાકાભેર નીચે પટકાઈ હતી, જેને લઇ લિફ્ટમાં સવાર આઠ કામદારો ગંભીર રીતે ઘવાયા હતા. ધડાકાભેર લિફ્ટ નીચે પડતાં આઠ કામદારમાંથી એક કામદારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે સાત કામદારોને ગંભીર ઇજાઓ પહોંચી છે.

      ભટાર વિસ્તારમાં બનેલી લિફ્ટ દુર્ઘટનામાં આઠ કામદાર નીચે પટકાયા હતા, જેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન એક કામદારનું મોત નીપજ્યું છે, જ્યારે સાત કામદારોને ગંભીર ઇજાઓ પહોંચી છે. તમામ કામદારો ધડાકાભેર નીચે પટકાતાં આસપાસ કામ કરી રહેલા કામદારો પણ દોડી આવ્યા હતા. અન્ય કારખાનામાં કામ કરી રહેલા કામદારોએ તમામને કોઈક ને કોઈક વ્યવસ્થા કરી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.ગિરધર એસ્ટેટ-2માં ત્રીજા માળે લોન્ડ્રીનું કારખાનું ચાલે છે. આ લોન્દ્રીના કારખાનામાંથી તૈયાર થયેલા કાપડના માલને નીચે લઈ જવા માટે લિફ્ટ બનાવવામાં આવી છે. આ લિફ્ટમાં વહેલી સવારે કાપડના માલની જગ્યાએ કામદારો ઊતરી રહ્યા હતા. જોકે લિફ્ટમાં બેસતાંની સાથે જ લિફ્ટનો તાર અચાનક તૂટી ગયો હતો. અને ત્રીજા માળેથી ધડાકા સાથે નીચે પડી હતી.

Download Our B K News Today App



Related News