બનાસકાંઠા માં થરાદ પાસે નર્મદા ની મુખ્ય કેનાલમાં વધુ એક પ્રેમી યુગલે કરી આત્મહત્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-05 12:25:47
  • Views : 4895
  • Modified Date : 2021-07-05 12:25:47

     બનાસકાંઠા માં આવેલી નર્મદાની મુખ્ય કેનાલ હવે અભિશાપરૂપ સાબિત થઇ જાય છે. આ કેનાલ સુસાઈટ પોઈન્ટ સમાન બની ગઈ છે આજે પણ એક પ્રેમી યુગલે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. થરાદ તાલુકાના ખાનપુર ગામના રહેવાસી અને એક પુત્ર ના 27 વર્ષીય પિતા કિરણ વ્યાસ નામના યુવક ને ડેડાવ ગામની 21 વર્ષીય પરણીત યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને એકબીજા સાથે જીવવા મરવા ના કોલ કરતાં અને સમાજ તેમના આ પ્રેમને નહિ સ્વીકારે તેવા ડરથી આજે સવારે બંનેએ થરાદ પાસે નર્મદા ની મુખ્ય કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતા જ સુલતાન મીર સ્થાનિક તરવૈયાઓની ટીમે બંનેની લાશ ને શોધવા કવાયત હાથ ધરી હતી અને 6 કલાકની ભારે જહેમત બાદ આ પ્રેમી યુગલ ની લાશ બહાર કઢાઇ હતી બંને એકબીજાને બાથ કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. બનાવને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા. જ્યારે બંને યુવતીની લાશને તેના પરિવારજનોને સોંપી દેવાઇ હતી.

Download Our B K News Today App



Related News