બનાસકાંઠાના પેછડાલ ગામે વધુ એક જમીન કૌભાંડ આવ્યું સામે : ખોટા દસ્તાવેજ બનાવી અને ગૌચરની કરોડો રૂપિયાની જમીન બારોબાર વેચી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-07 12:34:26
  • Views : 2218
  • Modified Date : 2021-07-07 12:34:26

     ડીસા તાલુકાના પેછડાલ ગામ એ જમીન વિવાદ મામલે ગામજનોએ સ્થાનિક કચેરી દિલ્હી કલેકટર કચેરી સુધી ફરિયાદ કરી છે જેમાં પેછડાલ ગામે સેનાભાઈ ઠાકોર ની સર્વે નંબર 77, 78 ની માલીકી ની જમીન આવેલી છે , જેમણે આ જમીન 1995 માં માત્ર સ્ટેમ્પ ના આધારે વસતાભાઇ વેચી હતી ત્યારબાદ આ જમીન પર વસતાભાઈ નો કબજો હતો પરંતુ માત્ર સ્ટેમ્પ ના આધારે વેચેલી જમીન સેનાભાઇએ બીજી વાર ટેટોડા ગામના હરેશભાઇ ચૌધરી અને દસરથભાઈ ચૌધરી ને વેચી હતી. અને આ જમીન ખરીદનાર બંને લોકોએ ગૌચર ની જમીન પચાવી પડતા કાવતરું રચ્યું જેમાં ગામની ગૌચર ની સર્વે નંબર 1082 માં ખોટી રીતે સર્વે નંબર 77, 78 હોવાના ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા , ખોટી દિશાઓ દર્શાવતા અને ખોટા બનાવટી દસ્તાવેજોના આધારે તેમણે આ સર્વ નંબર ની જમીન બીજીવાર વેચી દીધી હતી. આમ ત્રણ કિલોમીટર દૂર અંતરિયાળ વિસ્તારમાં આવેલી અને વેચેલી જમીન ખોટા દસ્તાવેજો ના આધારે ગામમાં લાખો રૂપિયા ની ગૌચરની જમીન પર દસ્તાવેજ બનાવી બીજી વાર વેચી દઈ કબજો કર્યો છે. જે બાબતે ગ્રામજનો ના ધ્યાને આવતા જ ડીસા મામલતદાર કચેરી , નાયબ કલેકટર કચેરી અને કલેક્ટર કચેરીમાં લેખિત ફરિયાદ કરી હતી અને જો ખોટા દસ્તાવેજોના આધારે જમીન પચાવી પાડવા માટે કાવતરૂં રચનાર લોકો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો તમામ ગ્રામજનો મુખ્યમંત્રી ની ઓફિસ આગળ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.

      એક તરફ સરકાર ગૌચરની જમીન ખુલ્લી કરાવવા ની વાતો કરી રહી છે પરંતુ બીજી તરફ પેછડાલ ગામમાં ખોટા દસ્તાવેજ ના આધારે કરોડો રૂપિયા ની ગૌચર ની જમીન પર કબજો કર્યો છે. અને જાગૃત ગ્રામજનોએ ફરિયાદ કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા હજુ સુઘી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે સરકાર આવા ભૂમાફિયાઓ સામે લેન્ડિંગ ગ્રેબિંગ એકટ મુજબ ગુન્હો નોંધી કડક કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માંગ છે.

Download Our B K News Today App



Related News