સુરત સીટીમાં સામૂહિક આપઘાતની વધુ એક ઘટના સામે આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-08 12:20:16
  • Views : 79
  • Modified Date : 2024-03-08 12:20:16

સુરત : ડાયમંડ સીટીમાં સામૂહિક આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યો દ્વારા જીવન ટૂંકાવ્યું છે. પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હાલ ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.નાયબ પોલીસ કમિશનર પિનાકિન પરમારે ઘટના બાબતે જણાવ્યું હતું કે, લીંબાયતના રૂસ્તમ પાર્કમાં રહેતા પરિવારના 3 સભ્યોએ આપઘાત કર્યો છે. મૃતકોમાં 38 વર્ષીય સોમેશ ભિક્ષાપતી, પત્ની નિર્મલા અને 7 વર્ષના દીકરા દેવઋષિનો સમાવેશ થાય છે.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સોમેશે પુત્ર અને પત્નીની હત્યા કર્યા બાદ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. ઘરની તપાસ દરમિયાન એક ચિઠ્ઠી પણ મળી આવી છે. આપઘાત પહેલા પરિવારે તેલુગુ ભાષામાં વિડીયો પણ બનાવેલ છે.

Download Our B K News Today App



Related News