જહાંગીરપુરામાં ‘ગ્રીષ્માકાંડ’ જેવી વધુ એક ઘટના બની, પ્રેમિકાએ લગ્નનીના પાડતા પ્રેમીએ યુવતી પર હુમલો કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-15 12:19:12
  • Views : 82
  • Modified Date : 2024-03-15 12:19:12

સુરત: જહાંગીરપુરામાં ‘ગ્રીષ્માકાંડ’ જેવી વધુ એક ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. પ્રેમિકાએ લગ્નનીના પાડતા પ્રેમીએ યુવતી પર જીવલેણ હુમલો કરી નાખ્યો હતો. મહિલાને લોહીલુહાણ સારવાર આપવાની ફરજ પડી છે. આ ઉપરાંત દીકરીને બચાવવાનો પ્રયાસ કરનાર માતા પણ ઈજાગ્રસ્ત થઇ છે.પ્રેમીએ આવેશમાં આવીને પ્રેમિકાને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. દીકરીને બચાવવા ગયેલી યુવતિની માતાને પણ ચપ્પુ  મારી દેવાયું હતું. ઘટનાના પગલે સ્થાનિક વિસ્તારમાં દોડધામ મચી હતી હતી. માતાપુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે જહાંગીરપુરા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. હુમલાખોર આરોપી પ્રતિક પટેલની ધરપકડ કરી બનાવ સંદર્ભે  ગુનો દાખલ કરાયો છે.

Download Our B K News Today App



Related News