કોરોના મહામારી વચ્ચે થરાદ - વાવ રોડ પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના : અકસ્માતમાં કાર ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-01 12:40:30
  • Views : 459
  • Modified Date : 2021-06-01 12:40:30

     થરાદ- વાવ રોડ પર દૂધ શીત કેન્દ્ર પાસે ઇકો સ્પોર્ટ્સ કાર અને હાઇવા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ડોડગામ ગામ ખાતે રહેતા પ્રદીપભાઈ હેમજીભાઈ સુથાર થરાદ માર્કેટયાર્ડ પાસે મહાવીર ફર્નિચર શોરૂમ ધરાવે છે જેઓ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે દૂધ શીત કેન્દ્ર પાસે સામેથી આવી રહેલી હાઈવા ટ્રકના ચાલકે કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈકો સ્પોર્ટ્સ કારના ફુરચા ઉડી ગયા હતા અને કાર ચાલક પ્રદીપભાઈ સુથાર ને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજયુ હતુ. બનાવને પગલે મૃતકના સગા વ્હાલા અને થરાદ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી થરાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News