અમેરિકામાં ઘૂસણખોરી કરવા જતા વધુ એક ગુજરાતી પરિવાર વિખેરાયોઃ યુવકનું મોત, પુત્ર-પત્ની ગંભીર

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-24 12:39:53
  • Views : 430
  • Modified Date : 2022-12-24 12:39:53

કેટલાક ગુજરાતીઓને વિદેશની એટલી બધી ઘેલછા વળગે છે. ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવા પોતાનો પરિવાર દાવ પર મુકી દે છે. અમેરિકા-કેનેડા બોર્ડર પર ગેરકાયદેસર ઘુસણખોરી કરવાના પ્રયાસ દરમિયાન મોતને ભેટેલા પટેલ પરિવારની ઘટના બહાર આવ્યા બાદ કલોલ નજીકના ડીંગુચા ગામનું નામ આખીય દુનિયામાં ચર્ચામાં આવી ગયું છે. અમેરિકામાં પહોંચવાની લ્હાયમાં કેટલાય પરિવારો વિખેરાયા છે. એક એવી પણ માહિતી છે કે, એજન્ટે 40 લોકોના ગ્રુપને મેક્સિકોના રસ્તેથી અમેરિકા પહોંચાડવા માટે મોકલ્યા હતા પરંતુ આ પરિવાર ગ્રુપમાંથી વિખૂટા પડી જવાથી દિવાલ પરથી પટકાયો અને અકસ્માતનો ભોગ બની મોતને ભેટ્યો હતો.

આ ડીંગુચા ગામની ઘટનાને હજુ તો વર્ષ પણ પુરૂ થયુ નથી. તેવામાં ફરી ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરવા જતા વધુ એક ગુજરાતી પરિવાર વિખેરાયો છે. ગાંધીનગર જીલ્લાના કલોલનો પરિવાર તેના ત્રણ વર્ષના પુત્ર સાથે મેક્સિકોથી અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવા જઈ રહ્યો હતો. તે દરમિયાન ટ્રમ્પ વોલ તરીકે ઓળખાતી 30 ફૂટ ઊંચી દિવાલ પરથી આ પરિવાર પટકાતાં બ્રિજકુમારનું ઘટના સ્થળ પર મોત થયું છે. તેમજ તેની પત્ની અને પુત્રને ગંભીર ઈજાઓ થવા પામી છે.

આ પરિવાર મુળ ગાંધીનગર જીલ્લાના કલોલનો રહેવાસી છે. અને યુવક કલોલ જીઆઈડીસીમાં નોકરી કરતો હતો. કલોલના બ્રિજકુમારને અમેરિકા જવું હતું. તેથી બ્રિજકુમારે એજન્ટ થકી થોડા દિવસ પહેલા તેની પત્ની અને માસૂમ બાળક સાથે અમેરિકા જવા રવાના થયો હતો. કેનેડામાં અત્યારે ભારે હિમવર્ષા થતી હોવાથી એજન્ટો મેક્સિકોથી ઘૂસણખોરી કરાવતાં હોય છે. એજન્ટોએ લોકોને મેક્સિકો અને અમેરિકા વચ્ચે બનાવવામાં આવેલી ટ્રમ્પ વોલથી અમેરિકામાં ઘૂસાડવા માટે નવો રસ્તો શોધી કાઢ્યો છે. જેમા બ્રિજકુમાર અને તેનો પરિવાર પણ ટ્રમ્પ વોલ પસાર થતાં આ ઘટના બની હતી.

મેક્સિકો અને અમેરિકા વચ્ચે બનાવવામાં આવેલી ટ્રમ્પ વોલથી અમેરિકામાં ઘૂસવા માટે આશરે 30 ફૂટ ઊંચી દિવાલને કૂદતા જ અમેરિકામાં પ્રવેશી શકાય છે, ત્યારે કલોલનો આ પરિવાર 30 ફૂટ ઊંચી દિવાલને કૂદવા જતાં આ ત્રણેય જણ નીચે પટકાયા હતા. આ ઉંચી દિવાલ પરથી અચાનક બ્રિજકુમાર તેની પત્ની અને માસૂમ પુત્ર નીચે પટકાયા હતા. જેમાં બ્રિજકુમારને માથામાં ગંભીરઈજા પહોંચતા બ્રિજકુમારનું સ્થળ ઉપર જ મોત થયું હતું. જ્યારે તેની પત્ની અને ત્રણ વર્ષના પુત્રને તાત્કાલિક સારવાર માટે મેક્સિકોની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એક એવી પણ માહિતી છે કે, એજન્ટે 40 લોકોના ગ્રુપને મેક્સિકોના રસ્તેથી અમેરિકા પહોંચાડવા માટે મોકલ્યા હતા પરંતુ આ પરિવાર ગ્રુપમાંથી વિખૂટા પડી જવાથી દિવાલ પરથી પટકાયો અને અકસ્માતનો ભોગ બની મોતને ભેટ્યો હતો

Download Our B K News Today App



Related News