અમરેલી ભાજપમાં વધુ એક ભડકો, યુવા મોરચાના ઉપપ્રમુખના પત્નીએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-02 16:04:32
  • Views : 43
  • Modified Date : 2025-02-02 16:04:32

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અમરેલી ભાજપના વિવિધ વિવાદનું એપી સેન્ટર બન્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ તેની અસર જોવા મળી છે. યુવા મોરચાના ઉપપ્રમુખના પત્નીએ કૉંગ્રેસમાંથી ફોર્મ ભરતાં ચકચાર મચી ગઈ હતી. અમરેલી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ હિરેનભાઈ પાડાના પત્નીએ કૉંગ્રેસમાંથી ફોર્મ ભરતાં રાજકીય હડકંપ મચી ગયો છે. હિનાબેન હિરેનભાઈ પાડાએ લાઠીમાં વોર્ડ નં.૩ માટે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું. ભાજપના હોદ્દેદારના પરિવારજને કૉંગ્રેસમાંથી દાવેદારી નોંધાવતા લાઠી તાલુકા ભાજપમાં ઉકળતો ચરૂ બહાર આવ્યો છે.

અમરેલીમાં લાઠી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ જામશે. લાઠી નગરપાલિકાના ભાજપના ઉમેદવારો ઢોલ નગારા સાથે પ્રાંત કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. લાઠીના ધારાસભ્ય જનક તળાવીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર પણ ઉત્સાહ સાથે પ્રાંત કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. કૉંગ્રેસના પ્રભારી પ્રવિણભાઇ રોઠોડ પણ ફોર્મ ભરતી વખતે ઉપસ્થિત રહ્યા હતા.

લાઠી નગરપાલિકાની ચુંટણીમાં ભાજપ, કૉગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિત કુલ 64 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ભાજપ – 24, કૉંગ્રેસ – 24, આપ – 14 અને 2 અપક્ષો ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા હતા. 3 તારીખે આ ફોર્મની ચકાસણી કરવામાં આવશે તેમજ 4 તારીખ ફોર્મ પાછું ખેંચવાની અંતિમ તારીખ છે. આમ લાઠી નગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરેખરનો ત્રિપાંખિયો જંગ જોવા મળશે.

Download Our B K News Today App



Related News