ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક દાવો ખોટો! ભારતે કહ્યું 'હાલમાં કોઇ પણ ટ્રેડ એગ્રીમેન્ટ ફાઇનલ નથી થયું'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-11 15:33:07
  • Views : 43
  • Modified Date : 2025-03-11 15:33:07

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત વિશે દાવો કર્યો હતો કે તેમને નવી દિલ્હી તરફથી ખાતરી મળી છે કે અમેરિકન ઉત્પાદનોની આયાત પરના કર ઘટાડવામાં આવશે. હવે ભારતે તેમના દાવાને ફગાવી દીધો છે.


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અતિશયોક્તિપૂર્ણ દાવા કરવા માટે જાણીતા છે. થોડા દિવસો પહેલા વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે યૂક્રેનને યુરોપના ફંડિંગને લઈને એક દાવો કર્યો હતો, જેને એ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂપ થઈ ગયા હતા. હવે ભારત સાથે પણ આવું જ થયું છે. ભારત અંગે, તેમણે દાવો કર્યો હતો કે તેમને નવી દિલ્હી તરફથી ભરોસો મળ્યો છે કે અમેરિકન ઉત્પાદનોની આયાત પરના કર ઘટાડવામાં આવશે. હવે ભારતે તેમના દાવાને ફગાવી દીધો છે. વાણિજ્ય સચિવ સુનિલ બરથવાલે સંસદીય પેનલને જણાવ્યું છે કે અમેરિકાને આવી કોઈ પ્રતિબદ્ધતા આપવામાં આવી નથી.


સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા

સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યાસુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા



તેમણે કહ્યું કે ભારતે અમેરિકાને ટેરિફ ઘટાડવા અંગે કોઈ વચન આપ્યું નથી. વાણિજ્ય સચિવે વિદેશ બાબતોની સંસદીય સમિતિને જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે હજુ પણ વાતચીત ચાલી રહી છે. હાલમાં કોઈ વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. સંસદીય સમિતિના ઘણા સભ્યોએ અમેરિકી રાષ્ટ્રપતિના દાવા પર ચિંતા વ્યક્ત કરી હતી. આનો જવાબ આપતા બરથવાલે કહ્યું, 'અમેરિકન રાષ્ટ્રપતિના દાવાઓ અને મીડિયા રિપોર્ટ્સના આધારે કંઈ કહી શકાય નહીં. હાલમાં બંને દેશો વચ્ચે વેપાર કરાર અંગે વાતચીત ચાલી રહી છે. ભારતે હજુ સુધી અમેરિકા સાથે વેપાર ટેરિફ ઘટાડવાની કોઈ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી નથી.'


વાણિજ્ય સચિવે એમ પણ કહ્યું કે અમેરિકા સાથેના કરારોમાં ભારતીય હિતોનું રક્ષણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભારત મુક્ત વેપારના પક્ષમાં છે અને ઉદારવાદની નીતિ અપનાવે છે. અમારો પ્રયાસ બંને દેશો વચ્ચે વેપાર વધારવાનો છે. ભારતીય અધિકારીએ કહ્યું કે આપણે મુક્ત વેપાર વિશે વાત કરીએ છીએ, પરંતુ એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ટ્રેડ વૉર કોઈના હિતોનું રક્ષણ કરશે નહીં. આનાથી ચોક્કસપણે મંદીની આહટ આવી શકે છે. બરથવાલે સંસદીય સમિતિને જણાવ્યું કે, 'ભારત ટેરિફમાં કોઈ મનસ્વી ઘટાડો કરશે નહીં. ખાસ કરીને એવા ઉદ્યોગોમાં જે સ્થાનિક અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે. ભારત ટેરિફ ઘટાડા માટે દ્વિપક્ષીય વાતચીતને પસંદ કરે છે અને એ પણ ધ્યાન રાખે છે કે રાષ્ટ્રીય હિતો સાથે કોઈ સમાધાન ન થાય.'


આ પણ વાંચો: અંતરિક્ષમાં ભારતની મોટી છલાંગ, આવવા જઇ રહ્યાં છે ISROના 7 નવા મિશન્સ


કેનેડા અને મેક્સિકો સાથેની સરખામણી પર પણ ભારતે આપી પ્રતિક્રિયા


તેમણે ભારતની કેનેડા અને મેક્સિકો સાથે સરખામણી કરવાનો પણ ઇનકાર કર્યો. બરથવાલે કહ્યું કે કેનેડા અને મેક્સિકો સાથે તો અમેરિકાને ગેરકાયદેસર ઇમિગ્રેશન, ઘૂસણખોરી અને સુરક્ષાના મુદ્દાઓ પર મતભેદ છે. પરંતુ ભારતનો મામલો અલગ છે. અમે અમેરિકા સાથે ફક્ત એવા કરાર કરીશું જે અમારા બંને માટે ફાયદાકારક હોય. જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ સતત અન્ય દેશોમાંથી આવતા માલ પર ટેરિફ વધારવાની જાહેરાત કરી રહ્યા છે. આનાથી વિશ્વભરના બજારોને નુકસાન થઈ રહ્યું છે. ડાઉ જોન્સ, વોલ સ્ટ્રીટથી લઈને બોમ્બે સ્ટોક એક્સચેન્જ સુધી સતત વેચવાલીનો માહોલ છે. અહેવાલ છે કે ભારતે અમેરિકા સાથે કરાર કરવા માટે સપ્ટેમ્બર 2025 સુધીનો સમય માંગ્યો છે.

Download Our B K News Today App



Related News