અમદાવાદ કોર્પોરેશનના અંધેર વહીવટનો વધુ એક ઉત્તમ નમૂનો !

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-12 16:23:57
  • Views : 193
  • Modified Date : 2023-07-12 16:23:57

 અમદાવાદ કોર્પોરેશનના અંધેર વહીવટનો વધુ એક ઉત્તમ નમૂનો સામે આવ્યો છે. ચોમાસા પહેલા અમદાવાદના તમામ 82 બ્રિજની તપાસ માટે રાજ્ય સરકારે આદેશ કર્યો હતો. જેમાં બ્રિજનું બાંધકામ, સ્થિતિ અને સલામતીની ચકાસણી કરવાની હતી.જોકે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા અધિકારીઓ પોતાની ફરજ ચૂક્યા અને બ્રિજનું ઇન્સપેક્શન કરવાનું જ ચૂકી ગયા હોવાનું સામે આવ્યુ છે. એટલે કે રાજ્ય સરકારના આદેશને AMC ઘોળીને પી ગઇ છે.ન અધિકારીઓને કામ યાદ રહ્યું, કે ન શાસકોએ પોતાની જવાબદારી યાદ રહી. શહેરીજનોની સુરક્ષા સામે જોખમ સર્જી દીધું. સરદાર બ્રિજમાં કેટલાક અંશે ગાબડા પડ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે.અહીં સવાલ એ થાય છે કે રાજ્ય સરકારના આદેશોને અધિકારીઓ ભૂલી ગયા. શું અધિકારીઓને સરકારના આદેશની પણ કોઇ પરવા નથી. ક્યાં સુધી અમદાવાદ કોર્પોરેશનમાં લાલીયાવાડી ચાલતી રહેશે. જોવાનું એ રહે છે કે હવે રાજ્ય સરકાર AMC સામે લાલ આંખ કરે છે કેમ ?

Download Our B K News Today App



Related News