વિવાદોથી ઘેરાયેલી દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ : કૌભાંડી વૈજ્ઞાનિકને કુલપતિ તરીકે નિમણૂક આપતા લોકોમાં રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-06 12:35:07
  • Views : 345
  • Modified Date : 2021-09-06 12:35:07

     ભારત દેશ એ કૃષિપ્રધાન દેશ છે અને મોટાભાગના લોકો ખેતી સાથે સીધી યા આડકતરી રીતે સંકળાયેલા છે જેના કારણે ગુજરાત સરકારે ખેડૂતો ના હિતની રક્ષા થાય, ખેડૂત ને મુંજવતા પ્રશ્નો ,સમસ્યાઓ નુ નિરાકરણ આવે,  કૃષિલક્ષી નવા સંશોધન થાય અને એ સંશોધન થકી ખેડૂતો વધુ ઉત્પાદન મેળવતા થાય તે માટે સરકાર દ્વારા કૃષિ યુનિવર્સિટી રચના કરવામાં આવી છે. પરંતુ બનાસકાંઠા ના દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટી હવે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે અને આ બાબતે સરકાર પર આ ખાડા કાન કરી રહી છે. તાજેતરમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ના નવા કુલપતિ તરીકે ડો રવિન્દ્રસિંહ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે જે નિમણૂક ને લઇ વધુ એક વિવાદ શરૂ થઇ ગયો છે. આમતો પોતાના ક્ષેત્રમાં અવલ, હોશિયાર અને ઇમાનદાર લોકોને બઢતી આપવાનો સરકારી નિયમ છે પરંતુ અહીં તમામ નિયમોને અને કાયદાને નેવે મૂકી ગુજરાત સરકારે કૌભાંડી વૈજ્ઞાનિક ને ડો. રવીન્દ્રસિંહ ચૌહાણ ની કુલપતિ તરીકે નિમણૂક કરી દીધી છે. ડોક્ટર રવીન્દ્રસિંહ ચૌહાણ સામે અનેક ખાતાકીય તપાસ ચાલે છે.જેમાં  હમણાં યુનિવર્સિટી ખાતે યોજાયેલ વર્ગ 3 ની પરીક્ષામાં ગેરરીતિ આચરી સેટિંગ વાળા વિધાર્થીઓને પાસ કર્યા હોવાની ફરિયાદ થઈ છે, નોકરી મેળવવા માટે પણ તેમણે ગુજરાત બીજ નિગમ નું બનાવટી પ્રમાણપત્ર બનાવી 15 વર્ષ બાદ રજુ કર્યું હતું તે પણ ખોટું સાબીત થયું છે. તેમજ ઉદયપુર ની પીએચડી ની ડીગ્રી પણ શંકાસ્પદ છે , આ સિવાય GTH-1 તુવેર સંશોધન ફેલ ગયું હતું, તેમાં પણ તેમની સામે ખાતાકીય તપાસ ચાલતી હતી, 2013-14 માં પણ ભરતી કૌભાંડ આચર્યું હતું તે સમયે પણ ભરતી કૌભાંડમાં અત્યાર ના કુલપતિ ડો. રવીન્દ્રસિંહ નું નામ જોડાયેલું છે અને તેમાં પણ ભોગ બનનાર વાસુદેવ સિંધવ નામના વિદ્યાર્થીએ તેમની સામે ફરિયાદ કરી હતી આ સિવાય તેની સામે અનેક ખાતાકીય તપાસ ચાલી રહી છે તેમ છતાં પણ સરકારે તેમની ખોટી રીતે કુલપતિ તરીકે નિમણૂક આપતાં હવે લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે.

આ ડોક્ટર રવિન્દ્રસિંહ ચૌહાણના કાર્યકાળ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને ખેડૂતો તેના ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે તેમના વિરુદ્ધ અનેક લોકોએ તેમજ કર્મચારીએ પણ લોકાયુક્ત માં ફરિયાદ કરી છે અને ખાતાકીય તપાસ પણ ચાલી રહી છે તેમ છતાં પણ સરકારે આ તમામ બાબતોને અવગણીને તેમને શા માટે કુલપતિ બનાવ્યા હશે તે પણ એક સવાલ થાય છે. કારણ કે જ્યારે કુલપતિની નિમણૂક કરવાની હતી ત્યારે લિસ્ટ માં ત્રણ વ્યક્તિઓના નામ હતા અને બાકીના બે લોકો સામે એક પણ ફરિયાદ ન હોવા છતાં પણ શા માટે આ ભ્રષ્ટાચારી ને કૃષિ યુનિવર્સિટીના કુલપતિ બનાવ્યા હશે તે મામલે પણ તટસ્થ તપાસ થાય તેવી અરજદાર ની માંગ છે.

મહત્વની વાત એ છે કે તુવેર સંશોધનમાં અને 2013-14 ની પરીક્ષા ગેરરીતિ મામલે કુલપતિ ડો. રવીન્દ્રસિંહ ચૌહાણ સામે જે તપાસ ચાલતી હતી,તે આ બંને કેસમાં ચાર્જશીટ રજૂ કરી દેવાઈ છે, વળી આ તમામ બાબતો સરકાર જાણતી હોવા છતાં પણ તેમની કુલપતિ તરીકે નિમણૂક કરી દેતા આ કેસમાં સરકારની પણ મેલી મુરાદ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એક વૈજ્ઞાનિક તરીકે ડોક્ટર રવીન્દ્રસિંહ ચૌહાણ જ્યારે આટલા કૌભાંડ આચરી શકતા હોય તો પછી હવે કુલપતિ બન્યા પછી કૌભાંડોની હારમાળા સર્જી દેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

Download Our B K News Today App



Related News