મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગ સામે વધુ એક પડકાર!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-13 12:06:40
  • Views : 84
  • Modified Date : 2024-02-13 12:06:40

સુરત : મંદીમાંથી પસાર થઈ રહેલા સુરતના હીરા ઉદ્યોગ માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. આગામી 1 માર્ચથી અમેરિકા સહિત G-7 દેશો દ્વારા રશિયાની રફ ડાયમંડની માઇનિંગ કંપનીઓ પર પ્રતિબંધ મુકવામાં આવશે જેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડશે.ઓફિસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલ એટલે કે ઓફેક દ્વારા આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત 1 કેરેટ કે તેથી વધુ વજન ધરાવતા પોલિશ્ડ હીરા પર પ્રતિબંધ લાગુ થશે. સુરતમાં આયાત થતા કુલ રફ ડાયમંડ પૈકી 30 થી 35 ટકા રફ રશિયાથી આયાત કરવામાં આવે છે. જો કે રશિયાથી આયાત થતા મોટા ભાગના હીરા પાતળી સાઇઝના હોય છે પરંતુ જો અડધા કેરેટથી નાની સાઈઝના હીરા પર પ્રતિબંધ મુકવામાં આવશે તો સુરતના હીરા ઉદ્યોગને પડ્યા પર પાટું લાગશે.

Download Our B K News Today App



Related News