સુરતમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-11 14:11:18
  • Views : 518
  • Modified Date : 2022-10-11 14:34:33

    સુરતમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં 17 વર્ષની સગીરાને ચાર સંતાનોનો પિતા ભગાવી જતાં મામલો તંગ બન્યો છે.  હાલ સચિન પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરીને પરિસ્થિતિ ઉપર નજર રાખી રહી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના સચિન વિસ્તારમાં રહેતી 17 વર્ષીય કિશોરી હોજીવાલા ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ ખાતે નોકરી કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. 17 વર્ષની કિશોરી લાજપોર ગામ ખાતે આવેલ જુમ્મા મસ્જિદ ફળીયામાં રહેતા 48 વર્ષીય અબ્દુલ હમીદ હાસીમ મઢીની રીક્ષામાં દરરોજ નોકરીએ આવતી જતી હતી. આ રીક્ષા ચાલક કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી જતાં કિશોરીના ફોઈએ સચિન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. સચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, 48 વર્ષીય રીક્ષા ચાલકને ચાર સંતાનો છે, જેમાંથી 2 દીકરીના તો લગ્ન પણ થઈ ગયા છે. રીક્ષા ચાલક સામે અપહરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.  અબ્દુલ હમીદ હાસીમ મઢી અને તરૂણીના મોબાઇલ ફોનની કોલ ડીટેઇલને આધારે તપાસ કરવામાં આવી રહી છે. ચાર સંતાનોનો વિધર્મી પિતા હિન્દુ તરૂણીને ભગાવી જતાં મામલો તંગ બન્યો છે. હિન્દુ સંગઠનોમાં પણ રોષ વ્યાપી ગયો છે. વાતાવરણ બગડે નહીં તેની પર પોલીસ નજર રાખી રહી છે.ગુજરાતમાં ઘણા સમયથી લવ જેહાદ વકરી રહ્યો છે. ભોળી દીકરીઓ, વિધવા બહેનો, જેમના પિતા ન હોય તેવી દીકરીઓ, આર્થિક રીતે નબળા પરિવાર, તેમજ વધુ પ્રમાણમાં ધનવાન પરિવારની છોકરીઓને નિશાન બનાવી અમુક વિધર્મી લોકો લવ જેહાદના નામે હિન્દુ પરિવાર, હિન્દુ સમાજને તોડી પાડવાનું ષડયંત્ર ચલાવી રહ્યા છે. આ કામને અંજામ સુધી પહોંચાડવા અનેક વિધર્મી યુવાનો કામ કરી રહ્યા છે. આવી ઘટનાઓ દેશભરમાં ચાલી રહી છે અને સુરતમાં પણ આવા બનાવો વધ્યા છે. લવ જેહાદનો શિકાર જે ઘરની દીકરી બની હોય તેજ સાચી હકીકત સમજી શકે છે. હાલમાં બનતા બનાવ દ્વારા ધર્માંતરણ સહિતના કાવતરા ચલાવી રહ્યા છે. આવા ખતરનાક ષડયંત્રમાં જેહાદીના ઘરના તેમજ સમાજના અમુક લોકોનો સપોર્ટ મળી રહ્યો છે જે લવ જેહાદને પ્રોત્સાહન આપી રહ્યા છે.

 

 

Download Our B K News Today App



Related News