ડીસામાં ચંદ્રલોક રોડ પર સર્જાયો વધુ એક અકસ્માત : અજાણ્યા વાહનની ટક્કરે એક યુવાન ગંભીર રીતે ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-04 10:51:29
  • Views : 638
  • Modified Date : 2022-05-04 10:51:29

 

ડીસા શહેરમાં અને હાઈવે પર છેલ્લા કેટલાય સમયથી અકસ્માતોની વણઝાર વર્ષી રહી છે ગફલતભરી ડ્રાઈવિંગ અને પુરપાટ ઝડપે વાહનો હંકારતા વાહનચાલકો દ્વારા નિર્દોષ વાહન ચાલકોને અડફેટે લેતાં હોવાના અનેક બનાવો બની રહ્યા છે ત્યારે આજે ડીસા ચંદ્રલોક રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે એક અજાણ્યા વાહનચાલકે એકટીવા ચાલકને અડફેટે લેતાં એકટીવા ચાલક  જગદીશભાઈ લુહારને ગંભીર ઈજાઓ પહોંચતાં 108 દ્વારા તાત્કાલિક અસરથી ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં જેમાં એકટીવા ચાલકને માથાના ભાગે અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી જોકે સમયસર સારવાર મળી જતાં પરીવારજનો દ્વારા હાશકારો અનુભવ્યો હતો જ્યારે એકટીવાને ટક્કર મારી અજાણ્યા વાહનચાલક ફરાર થઈ ગયો હતો અને પોલીસને પણ જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે ભરચક વિસ્તાર એવા ચંદ લોક રોડ પર અજાણ્યા વાહનચાલકે એકટીવા ચાલકને અડફેટે લીધી અને વાહનચાલક ફરાર થઈ ગયો જેને લઈને આસપાસના લોકોએ પણ ભારે આકોશ વ્યક્ત કરાયો હતો અને  ડીસા શહેરમાં પુરપાટ ઝડપે વાહનો હંકારતા વાહનચાલકો સામે  પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનો દ્વારા લાગણી સાથે માગણી વ્યક્ત કરવામાં આવી રહી છે..

Download Our B K News Today App



Related News