ઉંઝા ખાતે અંબા બાનો જીવન આનંદોત્સવ પર્વ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-11 11:38:17
  • Views : 463
  • Modified Date : 2020-01-11 11:38:17

માનવ જીવનમાં સમાજ પરિવાર અને સંગઠન વચ્ચે
સહજતાથી સ્નેહભર્યા સહયોગી જીવન માટે જરૂરી છે. સંસ્કારોનું મિલન સાચા અર્થમાં અધ્યાત્મ સશક્તકરણ માટે શ્રેષ્ઠ
સંસ્કારોના સિંચન માટે ઈશ્વરીય જ્ઞાન અને રાજયોગા મેડિટેશન સક્ષમ છે. આ શબ્દો નારી રત્નથી સન્માનિત વિદ્વાન અધ્યાત્મ વકતા બ્રહ્માકુમારીઝ અવેકનીંગ ચેનલના સીસ્ટર શિવાનીબહેને ઉંઝા ખાતે યોજાયેલ ભવ્ય જીવન
આનંદોત્સવ પર્વ નિમિત્તે ઉચ્ચાર્યા હતા.
ઉંઝા બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્ર પર છેલ્લાં ૪૫ વર્ષથી નિયમિત યોગા, જ્ઞાન કલાસમાં જાડાયેલ અંબા માતા મફતભાઈ પટેલના ૯૦ વર્ષ પૂર્ણ થતા યોજાયેલ ભવ્ય સમારંભમાં ૫૦૦૦ની મેદની વચ્ચે પોતાનું પ્રવચન આપતા સીસ્ટર શિવાનીબેને આગળ જણાવેલ કે કળીયુગની અતિ હલચલ વચ્ચે ટકવા અને સતયુગી શ્રેષ્ઠ સંસ્કારોને જીવનમાં ધારણ કરવા રાજયોગા અષ્ઠશÂક્તનું જ્ઞાન અને સ્વયં પ્રત્યે અધ્યાત્મ જાગૃત્તિ અતિ આવશ્યક છે. તેણીએ નિયમિત એક કલાક સ્વ કલ્યાણ હેતુ આપી ૩ માસમાં પોતાનું દિવ્યકરણ કરવા સંગઠીત દ્રઢ સંકલ્પ લેવડાવેલ તથા ઉપÂસ્થત મેદનીને રાજયોગનો ગહન અભ્યાસ કરાવેલ.
સમારંભમાં ઉંઝા સેવાકેન્દ્ર સંચાલિકા બ્રહ્માકુમારી ઈજુબેને સર્વનું સ્વાગત કરેલ તથા મહેસાણા ઝોન સંચાલિકા અને ગ્રામ્ય વિકાસ પ્રભાગના રાષ્ટ્રીય ચેરમેન બ્રહ્માકુમારી સરલાબેને અંબામાતાના શ્રેષ્ઠ જીવન વિષયે ખ્યાલ આપેલ.
સમારંભમાં ઉમિયામાતા ધામના ટ્રસ્ટીઓ, ધારાસભ્યો, પ્રતિÂસ્થત મહાનુભાવો તથા ઉત્તર ગુજરાતના બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રોના વિશાળ સંખ્યામાં
ભાઈ-બહેનો ઉપસ્થત
રહેલ. કાર્યક્રમમાં સુસંસ્કૃત જીવન આનંદોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ બ્રહ્માકુમારીઝ ઉંઝા
સેવાકેન્દ્ર દ્વારા રજૂ કરવામાં આવેલ.

Download Our B K News Today App



Related News