ભરતીઓ શરૂ થતા આંદોલનકારીઓ એકા એક જાગી ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-28 11:52:33
  • Views : 388
  • Modified Date : 2021-03-28 11:52:33

સરકારમાં કોરોના વાયરસને લઇ અનેક નિયમોમાં ફેરફાર કરાયા હતા. સરકારી ભરતીઓ પણ બંધ કરાઇ હતી. પરીક્ષાઓ લેવામાં આવતી ન હતી. પરંતુ હવે ભરતીઓ શરૂ થતાની સાથે જ આંદોલનકારી નેતાઓ સફાળા જાગી ગયા છે અને પોલીસ ભરતીના નિયમોમાં ફેરફાર નહિ કરવામાં આવે તો ફરીથી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. પરંતુ મહત્વની બાબતએ છેકે, ઉમેદવારોનો વિશ્વાસ ગુમાવી ચૂકેલા નેતાઓ સાથે કેટલા ઉમેદવારો
આંદોલનમાં જાેડાશે.
બિન સચિવાલય આંદોનલ કરીને સફળ થયેલા યુવરાજસિંહ જાડેજા તેમની ટીમમાં નવા નેતાઓ સાથે
પોલીસ ભરતીમાં નિયમોને લઇને ફરીથી આંદોલન કરવાની ચિમકી આપી રહ્યા છે. ગત સમયમાં વિધાનસભાની ખાલી પડેલી ૮ બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવારી કરવાની જાહેરાત બાદ ફસકી ગયેલા નેતાઓ હવે ફરીથી આંદોલન કરવાની ચિમકી આપી છે. પ્રેસ સંબોધન કરીને કહ્યુ હતુ કે,
પીએસઆઇ અને એસએસઆઇની ભરતીમાં બીજા તબક્કાની પ્રાથમિક લેખિત કસોટીમાં ૧૫ ગણા ઉમેદવાર કેટેગરી મુજબ પાસ કરવાની મર્યાદાને રદ કરવા માંગ કરી છે.
ભરતીમાં અન્ય પરીક્ષાની જેમ વેઇટીંગ લીસ્ટ રાખવામાં આવ્યુ નથી. જ્યારે તેને પણ અન્ય પરીક્ષાની જેમ રાખવામાં આવવુ જાેઇએ. હાલમાં કોરોનાના સમયમાં મેદાનો અને બગીચા બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે ઉમેદવારો કેવી રીતે તૈયારી કરી શકે. આ પ્રકારના નિયમોથી રાજ્યના અને નોકરી કરવા માગતા ઉમેદવારોને અન્યાય થશે. તમામ નિયમોમાં ફેરફાર કરવામાં આવવો જાેઇએ. જાે તેમ કરવામાં નહિ આવે તો ફરીથી બિન સચિવાલયની જેમ આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

Download Our B K News Today App



Related News