અમૃતભાઈ વીરાજી માળી એટલે એક અનોખું વ્યક્તિત્વ ઃ કનુભાઈ વ્યાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-13 11:30:59
  • Views : 625
  • Modified Date : 2020-06-13 11:30:59


 અનોખા અંદાજ વાળો દિલદાર યારોનો યાર, ગમે તેવી મુશ્કેલ
પરિસ્થિતિમાં જાણીતા અને અજાણ્યાને હિમત આપે બનતી મદદ કરે તેવો ભડવીર માણસ.
મારા તો ભાઈ ગણો તો ભાઈ મિત્ર ગણો તો મિત્ર અને એમના મૂડમાં હોય ત્યારે ફિલોશોફર.
ફક્ત ચાર ચોપડી ભણેલા માણસે ભગવતી સાડી શો રૂમ જેવું ગુજરાતમાં ગણના પાત્ર ગણી શકાય તેવું કાપડના બિઝનેસમાં નામ ઉભુ કરી ડીસાનું ગૌરવ વધાર્યું. કામથી થાકીને સાંજે અમે ભગવતી પર ભેગા થઇએ. સમશાદ બેગમના અસલ અવાજમાં અમૃતભાઈ ગીતો ગાય, નાગર સાહેબ રાષ્ટ્રપ્રેમના મુદ્દા પર ગંભીર વ્યકત્તત્વ આપે, કિશોરભાઈ ત્રિવેદી કોઈને કોઈ મુદ્દે બધાને ખખડાવે, હરેશ રસથી સાંભળતો હોય તેવું નાટક કરી મનમાં ધંધાના હિસાબો કરે. હું રોજના નિયમ મુજબ દરેક મુદ્દે આડોડાઈ કરીને બધાને તંગ કરું અને તમામનો થાક ઉતરી જાય એટલે ઘેર જઈએ. કોઈને પણ મદદની જરૂર હોય અમૃતભાઈ ના પાડે જ નહી. કેટલાય ગરીબોના પ્રસંગો કરાવે. જેને કોઈના આપે એને અમૃતભાઈ આપે અને ભગવાન અમૃતભાઈને ઘણુંજ આપે. એમના બાપા વીરાજી બા એટલે જાણે વડલાની છાયા, વાતનો વિસામો મળે. સાચા બોલા પણ ગરીબોના બેલી એટલે
પૈસાદાર આગેવાનોને ઓછા ગમે તે સ્વભાવિક છે. હંસાભાભી એટલે માં  અનપૂર્ણાનો અવતાર. કોઈ એમના ઘરેથી જમ્યા વગર પાછુ ના જાય. એ બધાને માં જમાડે તેટલા પ્રેમથી જમાડે. કદાચ એ ના હોત તો અમે ભૂખ્યા રહોત. દોડિયું ભરી સક્કરટેટી અને તરબૂચ કાપે અને પેટ ફૂટી જાય એટલું અમે ખાઈએ. અમૃતભાઈ એક ઊંચા ગજાના કલાકાર છે એમને તક મળી હોત તો ગુજરાતી સુપરસ્ટાર હોત. એક જ ભાવ એ ભગવતીની છાપ છે. સીઝનમાં દુકાનનું શટર બંદ કરવું પડે એવી જોરદાર ઘરાકી હોય. આવું દ્રશ્ય જોવું એ પણ લ્હાવો છે. આ બધાની વચ્ચે મારા નટખટ બે ભત્રીજા નીરવ અને ધવલ કેમ ભુલાય એ પણ હવે તો ધંધો સંભાળે એવડા થઈ ગયા છે.
આજે અમૃતભાઈનો જન્મદિવસ છે. ભગવાન તેમને લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય અર્પે. તેમના દ્વારા અનેક સેવાકીય કામો થતા રહે. પુસ્તક લખી શકાય એટલી સારી વાતો છે મારા ધ્યાનમાં અમૃતભાઈની.
પણ આજે એમના જન્મદિવસ પર એકદમ કઈક લખવાનું મન થયું અને સંક્ષિપ્તમાં લખ્યું છે, બાકી મિત્રો જ સાચી મૂડી છે. જીવનમાં સુખ દુઃખ તો ચાલ્યા કરે આવે અને જાય. 

Download Our B K News Today App



Related News