ગાંધીનગર નજીક દશેલા ગામમાં તુલસીનું પવિત્ર ભાવથી પૂજન કરીને છ ફૂટનું વૃક્ષ બનાવી અનોખું જતન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-29 11:50:16
  • Views : 516
  • Modified Date : 2020-05-29 11:50:16

ગાંધીનગર નજીક આવેલા દશેલા ગામમાં સ્વાધ્યાય
પરિવારના મણીબેન બાબુભાઇ ચૌધરી પરિવારે તુલસીના છોડને પવિત્ર ભાવથી પૂજન કરી  ૬ ફૂટનું વૃક્ષ બનાવી જતન કર્યું છે.
ૠષિતુલ્ય વૃક્ષો આભારની કોઈ અપેક્ષા વિના જીવી ખોરાક પણ સ્વયં મેળવી લે છે. વૃક્ષ અને વનસ્પતિ સાથે આપણા
પૂર્વજો વખતથી મનુષ્યે આત્મીય સબંધો કેળવેલા છે. તેમનું પૂજન કરી તેમની પાસેથી આયુષ્ય,યશ,બળ, પ્રજા, પશુ, વૈભવ તેમજ પ્રજ્ઞા અને મેઘાની માગણી કરવામાં આવે છે. જેમાં
વનસ્પતિના પ્રતીક તરીકે તુલસીના છોડને ઘરમાં રાખી તેનું પૂજન કરવામાં આવે છે.
પ્રત્યેક સંસ્કારી કુટુંબોમાં તુલસીની પૂજા થાય છે. ભગવાનની પૂજામાં તુલસીના છોડને ગૌરવવંતુ સ્થાન મળ્યું છે. ભગવાનની પ્રિય સખીનું માનવંતુ બિરુદ પામવાં સાથે ભગવાનને પાંદડા પ્રિય છે કહીને વિષ્ણુ પૂજનમાં તુલસીને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે ગાંધીનગર નજીક આવેલા દશેલા ગામમાં સ્વાધ્યાય
પરિવારના મણીબેન બાબુભાઇ ચૌધરી પરિવારે તુલસીના છોડને પવિત્ર ભાવથી પૂજન કરી  ૬ ફૂટનું વૃક્ષ બનાવી ઉદાહરણ રૂપ જતન કરવામાં આવ્યું છે. તુલસી કોરોના સહિત અનેક રોગો સામે રોગ પ્રતિકાર શક્તિ વધારવા માટે શ્રેષ્ઠ ઔષધી પણ છે. આથી વૃક્ષ વનસ્પતિ ઉપર પ્રેમ કરતા રહીશું તો અહીં જ નંદનવન નિર્માણ થશે.
પરિણામે આજના કાળમાં વૃક્ષ વનસ્પતિ ઉપર ભોગની દ્રષ્ટિ ન રાખતા ભાવની દ્રષ્ટિ રાખવી જોઈએ.

Download Our B K News Today App



Related News