ગૌશાળાના સંચાલકોએ ડીસાની નાયબ કલેકટર કચેરીમાં રામધૂન બોલાવી અનોખો વિરોધ દર્શાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-10 11:22:34
  • Views : 333
  • Modified Date : 2020-09-10 11:22:34

બનાસકાંઠામાં ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોનું આંદોલન દિવસેને દિવસે વેગવંતુ બની રહ્યુ છે. ત્યારે સરકારને સદબુદ્ધિ આવે અને
પશુઓને સહાય આપે તે માટે સંચાલકોએ ડીસાની નાયબ કલેકટર કચેરીમાં રામધૂન બોલાવી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.
કોરોના મહામારીના સમયમાં દાનની આવક ઘટી જતા બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ગૌશાળા અને
પાંજરાપોળની સ્થિતિ કથળી છે. જે માટે ગૌશાળા અને
પાંજરાપોળના સંચાલકોએ અત્યાર સુધી અનેકવાર સરકારમાં રજૂઆત કરી સહાયની માગણી કરી હતી.
પરંતુ હજુ સુધી સરકારે કોઈ જ વાત ધ્યાને લીધી નથી. ત્યારે બનાસકાંઠામાં ગૌશાળા અને
પાંજરાપોળમાંથી પશુઓ છોડી દેતા તમામ ગૌશાળા અને
પાંજરાપોળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  જેથી સહાય આંદોલન અંતર્ગત આ ગૌશાળા અને
પાંજરાપોળના સંચાલકોએ ડીસાની નાયબ કલેકટર કચેરીમાં રામધૂન બોલાવી અનોખો વિરોધ દર્શાવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ૧૫૪ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ ડીસાની નાયબ કલેકટર કચેરીના પ્રાંગણમાં બેસી રામધૂન બોલાવી હતી અને સરકારને સદબુદ્ધિ આવે તેવી પ્રાર્થના કરી હતી. બાદમાં નાયબ કલેકટરને આવેદનપત્ર આપી સરકાર મૂંગા પશુઓ માટે સહાય આપે તેવી રજૂઆત કરી છે.

Download Our B K News Today App



Related News