ગઢના પટેલ પરિવારનો પર્યાવરણ બચાવવાનો અનોખો સંદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-30 12:20:10
  • Views : 444
  • Modified Date : 2019-04-30 12:20:10

અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે મોટાભાગના લોકો કાગળની અવનવી મોંઘીદાટ લગ્નની કંકોત્રી છપાવતા હોય છે. જોકે લગ્ન બાદ લોકો કંકોત્રીને કચરામાં ફેંકી દેતાં હોય છે જેના કારણે પર્યાવરણને નુકસાન પહોંચતું હોય છે. ત્યારે  પાલનપુરના ગઢ ગામના જયંતિભાઈ ભૂટકાએ પોતાનાપુત્રના લગ્નમાં કાપડની થેલી ઉપર કંકોત્રી છપાવીને પર્યાવરણ બચાવવાનો અનોખો પ્રયાસ કર્યો છે. અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે મોટાભાગના લોકો લગ્નની કંકોત્રી ઉપર ખુબ ખર્ચ કરીને અવનવી કાગળની કંકોત્રી છપાવીને પોતાનો રુતબો બતાવતા હોય છે. જોકે કાગળની કંકોત્રી ગમે તેટલી મોંઘી હોય પણ લગ્ન બાદ લોકો તેને કચરામાં ફેંકી દેતા હોય છે  અને તેના કારણે પર્યાવરણને પણ નુકસાન પહોંચે છે. ત્યારે લગ્નની કંકોત્રી કોઈ કચરામાં ન ફેંકે અને પર્યાવરણને કોઈ નુકસાન ન થાય તે માટે પાલનપુરના ગઢ ગામના જયંતિભાઈ ભૂટકાએ પોતાના દીકરા શૈલેષના લગ્નમાં કાપડની થેલી ઉપર લગ્નની કંકોત્રી છપાવી છે. જેના કારણે પર્યાવરણને કોઈ નુકસાન પણ ન થાય અને કાપડની થેલી વાળી લગ્નની કંકોત્રી લોકો ફેંકે નહિ અને તેનો ઉપયોગ થેલીમાં ચીજવસ્તુ અને સામાન ભરવા પણ કામ આવે. તેથી લોકો આ નવીન કંકોત્રીને વખાણી રહ્યા છે.


Download Our B K News Today App



Related News