ચંડીસર ગામના સરપંચ દ્વારા અનોખી વ્યવસ્થા કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-23 14:49:46
  • Views : 620
  • Modified Date : 2020-04-23 14:49:46

સરાહનીય સેવા સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે બનાસકાંઠા જીલ્લામાં લોકડાઉનમાં ગામલોકોને અસુવિધા ના થાય તે માટે ચંડીસર ગામના સરપંચ દ્વારા અનોખી વ્યવસ્થા કરાઇ છે. જેમાં સરપંચે ગામના લોકોના માસ ટેસ્ટીંગ માટે થર્મોમીટર વસાવ્યું છે અને આવું થરમૉમિટર ધરાવતું પાલનપુર તાલુકાનું પ્રથમ ગામ બની ગયું છે સમગ્ર રાજ્યમાં

ચંડીસર ગામના સરપંચ દ્વારા અનોખી વ્યવસ્થા કરાઇ છે. જેમાં સરપંચે ગામના લોકોના માસ ટેસ્ટીંગ માટે થર્મોમીટર વસાવ્યું છે અને આવું થરમૉમિટર ધરાવતું પાલનપુર તાલુકાનું પ્રથમ ગામ બની ગયું છે  


સમગ્ર રાજ્યમાં 


કોરોના નો કહેર યથાવત છે ત્યારે બનાસકાંઠા જીલ્લામાં પણ દિવસે દિવસે પોઝીટીવ કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્રારા કોરોના ને ડાંવા ના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેવામાં પાલનપુર તાલુકા ના ચંડીસર ગામમાં સરપંચ દ્રારા લોકડાઉન જળવાઈ રહે અને ગામમાં સોશ્યલ ડીસટન્સ જાળવવા માટે સ્વંયસેવકો ની એક ટીમ બનાવી સેવાયગ્ન શરુ કરવામાં આવ્યો છે પેલા ૧૭ દિવસ સુધી ભોજનશાળા ચાલુ કરી ગામના ગરીબ પરિવારો ને બે ટંક નુ ભોજન આપ્યુ ત્યારબાદ જીલ્લામાં પોઝીટીવ કેસ આવતા ભોજનશાળા બંધ કરી ગામના ગરીબ પરિવાર, રીક્ષા ડ્રાયવર, ટેક્ષી ડ્રાયવર, તેમજ વિધવા બહેનો, ના પરિવાર ને દાતાઓ ના સહયોગ થી રાશન ની કીટો આપવા નુ ચાલુ કર્યુ છે જેમાં ૮૫૦ જેટલી કીટો બનાવી સોશ્યલ ડીસટન્સ જળવાય તે માટે એક એક લ્યકિત ને બોલાવી પંચાયત ખાતે થી કીટ નુ વિતરણ કરવામાં આવે છે તો બીજી બાજુ સમગ્ર ગામમાં દર બે દિવસે તમામ લોકો ને શાકભાજી નુ વિતર઼ણ કરાય છે જેથી કરી ગામના લોકો ને કોઈ તકલીફ ના પડે અને લોકડાઉન પણ જળવાઈ રહે સરપંચ દ્રારા ગામના આરોગ્ય કર્મચારી ને થર્મોમીટર આપવામાં આવ્યુ છે જેથી કરી ગામમાં આરોગ્યની ચકાસણી દરમિયાન માસ ટેસ્ટીંગ કરી શકાય તો ગ્રામ પંચાયતમાં સેનેટાઈઝર ટનલ બનાવવામાં આવી છે જેથી પંચાયતમાં આવતા તમામ લોકો સેનેટાઈઝ થાય અને ગામના દરેક જાહેર રસ્તા અને જાહેર જગ્યાઓ ઉપર રોજે રોજ સેનેટાઈઝ કરવામાં આવી રહ્યુ છે આમ ગામની સતત ચિંતા કરતા ચંડીસર સરપંચ દેવેન્દ્રભાઈ છાપીયા ની આ કામગીરી ને ગામલોકો બીરદાવી રહ્યા  છે  અને સંપુર્ણ પણે લોકડાઉન જાળવી રહ્યા છે


Download Our B K News Today App



Related News