બનાસકાંઠા જિલ્લામાં હોળી ધુળેટીના પર્વની અનોખી ઉજવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-28 12:00:48
  • Views : 372
  • Modified Date : 2021-03-28 12:00:48

રાજસ્થાનનો સૌથી પ્રિય તહેવાર હોળી ધુળેટી આજથી શરૂ થઇ રહ્યા છે ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટયાર્ડમાંથી મજૂર વર્ગ રાજસ્થાન તરફ પ્રયાણ કરે છે. આથી  જિલ્લામાં આવેલા તમામ માર્કેટયાર્ડોમાં સાત દિવસ માટે મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને સાત દિવસ બાદ ફરીથી  માર્કેટયાર્ડ ધમધમતાં થશે.
હોળી અને ધૂળેટીનો પર્વ આમ તો રાજસ્થાનમાં સૌથી લોકપ્રિય તહેવાર માનવામાં આવે છે. પરંતુ બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે બનાસકાંઠા જિલ્લામાં પણ લોકો હોળી અને ધૂળેટીના પર્વની અનોખી ઉજવણી કરતાં હોય છે. આ બે દિવસ દરમિયાન  જિલ્લામાં લોકો અલગ અલગ કલર અને ગુલાલથી હોળી ધુળેટીના પર્વની ઉજવણી કરતાં હોય છે. જિલ્લામાં ખાસ હોળીના પર્વ નિમિત્તે નાના બાળકોની ઢુંઢનું એક આગવું મહત્વ રહેલું છે. હોળીના દિવસે લોકો હોળી પ્રગટાવી અને હોળીકા માતાના દર્શન કરતા હોય છે અને બીજા દિવસે ધુળેટીની ઉજવણી કરતાં હોય છે. આમ  જિલ્લામાં પણ રંગેચંગે દર વર્ષે હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવે છે.
વર્ષોની પરંપરા મુજબ હોળીનો તહેવાર આવતા ડીસા ગંજ બજાર સાત દિવસ સુધી બંદ રહે છે અને આઠમથી આઠ દિવસની રજા બાદ આજથી ડીસાનું બજાર ફરી ધમધમતું થઈ ગયું છે.ડીસા શહેર રાજસ્થાનની સરહદને અડીને આવેલું શહેર છે અને આ શહેરમાં આવેલા માર્કેટ યાર્ડમાં મોટાભાગના મજૂરો રાજસ્થાનથી મજૂરી કરવા માટે આવતા હોય છે.  અને રાજસ્થાનમાં હોળીનો તહેવાર ખૂબ જ મહત્વનો માનવામાં આવતો હોવાના લીધે હોળીના તહેવારને લઈ રાજસ્થાનથી આવતા મજૂરો હોળીની ઉજવણી કરવા માટે રજા પર ઉતરીને રાજસ્થાન પોતાના વતન જતાં રહેતા હોય છે અને હોળીની ઉજવણી સંપન્ન કર્યા બાદ શીતળા સાતમ બાદ એટલે કે આઠમના પરત ફરતા હોવાના લીધે આઠ દિવસ સુધી ડીસા માર્કેટયાર્ડને બંધ કરી દેવાની ફરજ પડે છે.

Download Our B K News Today App



Related News