રવિયાણાના અંતિમ ધામને હરિયાળુ બનાવતા વૃદ્ધાની અનોખી સેવા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-18 12:21:38
  • Views : 549
  • Modified Date : 2020-06-18 12:21:38

બનાસકાંઠાના જિલ્લાના કાંકરેજ તાલુકાના રવિયાણા ગામના દેવામાં જેમના નામમાં દેવોનો વાસ રહેલ હોય તેવો અહેસાસ થાય છે. તેવા દેવામાંના જીવનમાં ઉતારા ચડાવ ઘણા બધા આવ્યા પરંતુ મક્કમ મનથી લડવાની શક્તિને લીધે તેમણે જીવનમાં પાછીપાની કરી નથી, તેવા આશરે ૨૬ વર્ષ અગાઉ રવિયાણા ગામના વતની દેવાબેન મેઘાભાઈ ચૌધરીએ તેમના પતિના મૃત્યુ બાદ તેમના બે યુવાન પુત્રો પણ આકસ્મિક રીતે મૃત્યુ પામ્યા હતા. એકાએક જાણે દેવામાં
ઉપર આભ ફાટી નીકળ્યું હોય તેમ તેમના પતિ અને પુત્રોનો સહારો છૂટી જવાથી તેમનો હસતો ખેલતો પરિવાર વેરવિખેર થઈ ગયો. હવે દેવામાંનો સહારો કોઈ ના હોવાથી તેમને સંસાર તેમને નકામો સુનસાર લાગવા માંડ્‌યો. તે સમય દરમિયાન એક સાધક મંહતે તેમને સંસારમાં રહી સેવા કરવાનું જણાવ્યું. જેના થકી દેવામાં સંસારમાં રહી લોકોની સેવા કરવા માટે કાળજું મક્કમ કરી રવિયાણા ગામના સ્મશાન ભૂમિને રાત દિન મેહનત દ્વારા અને અર્થગા કાર્ય શક્તિથી જ્યાં લોકો માત્ર મુત્યુ થયેલ મનુષ્યના દેહને અગ્નિદાહ આપવા આવતા અને  રાત્રીના સ્મશાનમાં ભૂતોનો વાસ હોય તેવી માન્યતા ધરાવતી ભૂમિને દેવામાંએ ધરતી પરનું સ્વર્ગ બનાવી દીધું દેવામાંએ ૨૦૦૦ થી વધુ વૃક્ષોને વાવી તેનું જતન કરી તેમના બાળકોની જેમ મોટા કર્યા જેના લીધે હાલ સ્માશનમાં એક નંદનવન બનાવી દીધું છે અને લોકો જે ભૂમિમાં જતા ડરતા તે ભૂમિ પર નિરાંતે બેસવાની એક લીલીછમ ભૂમિમાં રૂપાંતર કરીને એ ઉદાહરણ પુર પાડે છે. દેવામાં દિવસે તો સેવા કરે છે રાત્રી રોકાણ કરીને પણ સ્મશાન ભૂમિની સેવા કરે છે.

Download Our B K News Today App



Related News