ગરીબો માટે આખોલના સરપંચની અનોખી સેવા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-08 12:02:47
  • Views : 616
  • Modified Date : 2020-04-08 12:02:47

કોરોનાના કારણે થયેલ લોકડાઉન બાદ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાશન આપવાની સરકારે જાહેરાત કરી હતી. પરંતુ અનેક કાર્ડધારકોને રાશન ન મળતા ડીસાના એક  સરપંચે અનોખી સેવા શરૂ કરી છે. જેમાં પોતાના ખર્ચે રહી ગયેલા તમામ કાર્ડધારકોને રાશન આપવાનો સેવા યજ્ઞ શરૂ કર્યો છે.
સમગ્ર દેશમાં ૨૧ દિવસના લોકડાઉન બાદ ગરીબ
બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને મફત રાશન આપવાની જાહેરાત બાદ વિતરણ કરેલ. ત્યારે ડીસા શહેર અને તાલુકામાં એપીએલ કાર્ડ ધારકોને અનાજ ન મળતા ચાર દિવસ અગાઉ મામલતદાર કચેરી આગળ ટોળું ધસી આવ્યું હતું. પરંતુ યોગ્ય જવાબ ન મળતા અને રાશન ન મળતા લોકો વીલા મોઢે પરત ફર્યા હતા. જેથી કેટલાય ગરીબ પરિવારોની સ્થિતિ વિકટ બની હતી. ત્યારે ડીસાના આખોલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ ભરતભાઇ ધુંખ દ્વારા આવા રેશનકાર્ડ ધારકોને રાશન આપવાનો અનોખો સેવા યજ્ઞ શરૂ કરાયો છે. જેમાં આખોલ ગામમ રહેતા અને રાશન ન મળ્યું હોય તેવા ૩૫૦ કાર્ડ ધારકોને રાશન આપવામાં આવ્યું છે.  કાર્ડ ચેક કર્યા બાદ ૨૦ કિલો ઘઉં, ૨ કિલો ચોખા અને ૧ કિલો ખાંડ આપવામાં આવી છે. સરપંચ ભરતભાઈ ધૂંખે જણાવ્યું હતું કે ડીસા પુરવઠા મામલતદાર દ્વારા સસ્તા અનાજની દુકાનદારોને છાવરતા અનેક કાર્ડ ધારકોને રાશન મળ્યું નથી અને તેથી ગામના ૩૫૦ કાર્ડ ધારકોને રાશન ના મળતા પ્રથમ કીટ આપી હતી ત્યારે બાદ હવે રાશન આપવાનું શરૂ કરેલ છે.

Download Our B K News Today App



Related News