ગુજરાતના પ્રવાસનને જીવંત રાખવા પ્રવાસન નિગમના પી.આર. નીકી કથિરીયાની અનોખી પહેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-03 11:37:33
  • Views : 483
  • Modified Date : 2020-05-03 11:37:33

ટુરિઝમ સેકટર અત્યારે સાવ ઠપ્પ છે. અત્યારે જ્યારે લોકડાઉન લંબાઈ રહ્યુ છે બધાને ઘરમાં જ પુરાઈ રહેવાની ફરજ પડી છે. ત્યારે ગુજરાત ટુરિઝમ વિશે લોકો જાગૃત થાય, લોકોને ઘર બેઠા જ સરસ મજાની ટ્રીપ થાય એટલા માટે લોકડાઉનના સમયનો સદઉપયોગ કરીને પ્રવાસન નિગમના
પી.આર.અધિકારી નીકી કથિરીયા રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોને પેઈન્ટિંગ્સના માધ્યમથી પ્રમોટ કરી રહ્યા છે.
નીકી દ્વારા શરૂ કરાયેલ
પેઈન્ટિંગ્સ સિરીઝમાં મહાબત ખાનનો મકબરો – જૂનાગઢ, ઈડરિયો ગઢ – ઈડર, પોળો ફોરેસ્ટ, ઈંગ્લિશ ટોમ્બ - સુરત વગેરેનો સમાવેશ થાય છે. અહી એકવાર ચિત્ર જોયા પછી આંખો બંધ કરીને ઈમેજીનેશન પાવરના ઉપયોગ દ્વારા દરેક સ્થળ ઘરે બેઠાં-બેઠાં જ જોઈ શકાય છે.
હવે પછીથી પેઈન્ટિંગ્સ શ્રેણીમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોઢેરાનું સૂર્ય મંદિર, વિશ્વ પ્રસિદ્ધ કચ્છનું સફેદ રણ અને રણઉત્સવ જેવા સ્થળોનો પણ સામાવેશ કરવામાં આવ્યો છે.
નીકીના પેઈન્ટિંગની વિશેષતા એ છે કે, તેમના દરેક પેઈન્ટિંગમાં હ્યુમન એલિમેન્ટ જોડાયેલું જ હોય છે જેથી
આપ સ્થળ પર ફરતા હોય તેવું અનુભવી શકો છો. વધુમાં દરેક પેઈન્ટિંગ્સ સાથે કુણાલ ગઢવી દ્વારા દરેક સ્થળ માટે વાર્તા પણ જોડવામાં આવેલ છે.
નીકી દ્વારા પેઈન્ટિંગ્સ સિરીઝ શરૂ કરવાનો ઉદ્દેશ વધુને વધુ પ્રવાસીઓ ગુજરાત અને ગુજરાતમાં આવેલા અનેક પ્રવાસન ક્ષેત્રોને જાણે અને માણે.
તેમણે કહ્યુ કે ગુજરાત ટુરિઝમ વિશે નાગરિકો જાગૃત થાય તેમજ ઘર બેઠાં જ સરસ મજાની ટ્રીપ અનુભવી શકે તે માટે તેમનો આ એક પ્રયાસ છે. ગુજરાતનું ટુરિઝમ સેકટર ફરી ધમધમતું થશે એ આશા સાથે હું અત્યારે લોકોને ઘરે બેઠા જ ગુજરાતની સફર કરાવી રહી છું. પેઈન્ટિંગ્સ દોરીને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સમક્ષ મૂક્યા તો તેમના તરફથી મને ખુબજ હકારાત્મક પ્રતિસાદ સાંપડ્‌યો. જેથી રાજ્યના અન્ય પ્રવાસન સ્થળોના પેઇન્ટિંગ્સ દોરવા માટે મારા ઉત્સાહમાં વધારો થયો છે.
આપ પણ આવા સરસ મજાના અદભુત પેઈન્ટિંગ્સને માણવા માટે નીકી કથિરીયાને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો.

Download Our B K News Today App



Related News