નવજીવન બી.એડ કોલેજના તાલીમાર્થીઓની અનોખી પહેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-29 11:19:06
  • Views : 409
  • Modified Date : 2019-09-29 11:19:06

ડીસાની નવજીવન બી.એડ કોલેજના તાલીમાર્થીઓ દ્વારા લોકોની જિંદગી બચે તેવા ઉમદા હેતુથી "હેલ્મેટ એક સુરક્ષા કવચ" જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના ૧૧૦ તાલીમાર્થીઓ અને અધ્યાપક હેલ્મેટ પહેરી વિશાળ રેલી યોજી હતી.  ભારતમાં દર વર્ષે ૨૦ લાખ લોકો અકસ્માતમાં મૃત્યુ
પામે છે દર અડધી કલાકે ૧૮૫ લોકો મોતને ભેટે છે ત્યારે લોકો મોટર વ્હીકલ એક્ટના કાયદા પ્રત્યે જાગૃત બને તેવા ઉમદા હેતુથી નવજીવન એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત નવજીવન બી. એડ કોલેજના તાલીમાર્થીઓ ડીસા ખાતે એક વિશાળ "હેલ્મેટ એક સુરક્ષા કવચ" જનજાગૃતિ રેલીનું આયોજન કર્યુ હતું. રેલીનું પ્રસ્થાન સેવાભાવી વ્યક્તિ હિતેશભાઈ ઠક્કર, નવજીવન બી. એડ કોલેજના ટ્રસ્ટી બાબુભાઈ પટેલ, કોલેજના આચાર્ય ટીનાબેન સોની, પ્રોફેસર પ્રફુલભાઇ પટેલ, પ્રોફેસર અમિતકુમાર સોલંકી, પ્રોફેસર નિરવભાઈ પરમાર, પ્રોફેસર જયેશ ઠક્કર, પ્રોફેસર સોનલબેન પ્રજાપતિ તથા સમગ્ર સ્ટાફ જોડાયો હતો. તમામ તાલીમાર્થીઓ હેલ્મેટ પહેરી આ રેલી નવજીવન બી. એડ. કોલેજથી ગાયત્રી મંદિર, જલારામ મંદિર રોડ, મામલતદાર કચેરી રોડ, બગીચા સર્કલ, ફુવારા સર્કલ, મેઇન બજાર, જુના બસ સ્ટેન્ડ, સ્પોર્ટ ક્લબથી ગાયત્રી મંદિર થઈ પરત ફરી હતી આ રેલીને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્‌યા હતા.
‘એક દો તીન ચાર હેલ્મેટ પહેરો વારંવાર', ‘કરના હૈ બહુત કામ પર સુરક્ષા પે દો અપના ધ્યાન' વગેરે જેવા સૂત્રોચ્ચાર સાથે રેલી સમગ્ર ડીસા શહેરમાં ફરી અને જનજાગૃતિનું સુંદર કાર્ય  કર્યુ હતુ. આ બાબતે આચાર્ય ટીનાબેન સોનીએ જણાવ્યું કે લોકોની જિંદગી બચે, લોકો હેલમેટ પહેરે, લોકો સીટ બેલ્ટ  બાંધે તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી બાબતે પ્રોફેસર અમિતકુમાર સોલંકીએ જણાવ્યું કે રોડ અકસ્માતમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે ત્યારે લોકો મોટરસાઇકલ વ્હીકલ એક્ટના કાયદા પ્રત્યે જાગૃત બને તેવા ઉમદા હેતુથી આ રેલીનું આયોજન કરવામાં  આવ્યું હતું. લોકો રેલી જોવા માટે મોટી સંખ્યામાં રોડ ઉપર ઉમટી પડ્‌યા હતા.

Download Our B K News Today App



Related News