ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત પ્રજાપતિ છાત્રાલય પાટણમાં વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-18 12:22:40
  • Views : 268
  • Modified Date : 2021-10-18 12:22:40

ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી પાટણની પાવન ભુમીમાં આવેલ ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શેઠ શ્રી હીરાભાઈ ધનાભાઈ "પ્રજાપતિ છાત્રાલય"માં આજરોજ વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવેલ. ઉપસ્થિત મહેમાનો તથા કોરોનાના કપરાકાળમાં ટિફિન સેવામાં સહયોગ આપનાર દાતાઓ અને પત્રકારોનું ફુલ,શાલ અને સન્માનપત્ર આપી સન્માન કર્યા બાદ ગત સાધારણ સભાના ઠરાવો વંચાણે લીધેલ ત્યારબાદ ગત બે વર્ષમાં સંસ્થા દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની સમીક્ષા કરી વર્ષ ૨૦૧૯-૨૦ તેમજ વર્ષ ૨૨૦-૨૧ ના વાર્ષિક હિસાબો વંચાણે લઈ બહાલી આપી હતી... "છાત્રાલય"ની ભવ્ય નવિન બીલ્ડીં બનાવવાનુ તેમજ તેમાં અલગ વિભાગ કરી "કન્યા છાત્રાલય"બનાવવાનુ નક્કી કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજના લોકો હજાર રહ્યા હતા

Download Our B K News Today App



Related News