બનાસકાંઠામા 28 માર્ચથી 12 એપ્રિલ સુધી ઘો.10 અને 12ની વાર્ષિક પરીક્ષા યોજાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-17 12:04:35
  • Views : 222
  • Modified Date : 2022-03-17 12:04:35

જિલ્લાના વિવિધ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ પરિક્ષા લેવાશે

ધો.10 તેમજ ઘો.12ના મળી ફૂલ 84582 વિદ્યાર્થી ઓ ભાગ્યની કસોટી આપશે

63 કેન્દ્ર પર ધો.10 અને 39 કેન્દ્ર પર ધો.12ની પરીક્ષા યોજાશે

 

બનાસકાંઠા જિલ્લા માં ઘો.10 અને 12 વિદ્યાર્થી ઓની આગામી તા.28 માર્ચ થી 12 એપ્રિલ દરમ્યાન વાર્ષિક પરીક્ષા યોજાશે જેમાં જિલ્લાના વિવિધ 102 કેન્દ્રો ની 275 બિલ્ડીંગ માં સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ પરીક્ષા યોજાશે જેમાં ધો.10 અને 12 ના મળી કુલ 84582  વિદ્યાર્થીઓ ભાગ્યની કસોટી આપશે

 

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્રારા ઘો.10 અને 12 બોર્ડ ના વિદ્યાર્થીઓ ની વાર્ષિક પરીક્ષા નો કાર્યક્રમ જાહેર જરાયો હોઈ બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગ દ્રારા આ બોર્ડની પરિક્ષાને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેમાં 14 તાલુકાના વિવિધ 102 કેન્દ્ર ની 275 બિલ્ડીંગમાં તા.28 માર્ચ થી 12 એપ્રિલ દરમ્યાન પરીક્ષા લેવામાં આવશે જેમાં ધો.10 માં 53960,ધો.12 સામાન્ય પ્રવાહમાં 26242 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 4371 મળી કુલ 84583

વિદ્યાર્થીઓ બોર્ડની વાર્ષિક પરીક્ષામાં ભાગ લેશે જોકે પરીક્ષા દરમ્યાન કોઈ ગેરરીતી ન આચરાય અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે સીસીટીવી કેમરા ન ધરાવતા આઠ બિલ્ડીંગમાં ટેબલેટ અને બાકીના બિલ્ડીંગમાં સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ પરિક્ષા લેવામાં આવશે

Download Our B K News Today App



Related News