થરાદ શહેરમાં આવેલ પશુ દવાખાના પાસે આવેલ કુંભારવાસ માં ગટરનું પાણી ઉભરાતા લોકો હેરાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-19 12:48:46
  • Views : 306
  • Modified Date : 2021-08-19 12:48:46

     થરાદ શહેરમાં વોર્ડ નંબર 2 માં પશુ દવાખાના પાસે આવેલ કુંભારવાસ માં ગટરનું પાણી રસ્તા ઉપર ફરી વળતા લોકોને ગંદગી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યાંના  સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે પેલા ગટરનું પાણી જ્યાંથી નિકાલ થતો હતો ત્યા  બંધ કરી ઊંચી કરી દેવાતા ગટરનું પાણી હવે રસ્તા ઉપર ઉભરાવા લાગ્યું છે જેના લીધે ગટરનુ ગંદુ પાણી રસ્તા ઉપર આવી જતા લોકોને જવા આવવા મા અને ત્યાં રહેતા સ્થાનિકોને ગંદા પાણી માંથી જવું પડે છે અને તેમના ઘર આગળ પાણી પડ્યુ રહેતા ખૂબ ગંદકી થાય છે ત્યાંના સ્થાનિક લોકોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને વિશે લેખીતમાં રજૂઆત પણ કરી હતી છતાં પણ આજ સુધી આનો કોઈ નિકાલ આવ્યો નથી જ્યારે અત્યારે ચોમાસુ હોય ગટર મા વધારે પાણી આવશે તો તેવા મા ગંદગી થશે અને જેના લીધે મચ્છરો નો ખૂબ વધારો થશે જેના લીધે રોગ ચાળો ફેવાવવની શક્યતા રહે છે અને ત્યાંના સ્થાનિક લોકોએ દ્વારા કહેવામાં આવ્યું કે જો આવું થશે તો સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.

Download Our B K News Today App



Related News