બજેટ 2021-22માં વેક્સિન માટે 35 હજાર કરોડના ફંડની જાહેરાત, નાણામંત્રીએ કહ્યું-જરૂર જણાશે તો વધું ફંડ આપવા માટે પ્રતિબદ્ધ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-01 13:43:39
  • Views : 203
  • Modified Date : 2021-02-01 13:43:39

    કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે 2021-22નું બજેટ રજુ કર્યું છે. જેમાં કોરોના વેક્સિનના વિકાસ માટે 35,000 કરોડ રૂપિયાના ભારે ફંડની જાહેરાત કરી છે. આ ફંડનો ઉપયોગ દેશમાં કોરોનાની વેક્સિનનો વિકાસ, વિતરણ અને વેક્સિનેશન કરવા માટે કરાશે. તેમણે વધુમાં કહ્યું કે, જો આગળ પણ વધુ જરૂર જણાશે તો તે હું વધુ ફંડ આપવા માટે પ્રતિબદ્ધ છું.

    નાણામંત્રીએ બજેટ રજુ કરતા કહ્યું કે, આજે ભારતમાં બે વેક્સિન ઉપલબ્ધ છે જેનાથી આપણે આપણા દેશવાસીઓના જીવનની રક્ષા કરી રહ્યાં છીએ. આપણે 100થી વધુ દેશોને પણ કોરોના વેક્સિન આપવાની પ્રોસેસ શરૂ કરી દીધી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આ ઘણી રાહતની વાત છે કે ઝડપથી દેશમાં વધુ વેક્સિન આવવાની છે.નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વૈજ્ઞાનિકોને શુભેચ્છા આપીને આ વેક્સિનને લોન્ચ કરી છે.સ્વાસ્થ્ય અને કલ્યાણ ક્ષેત્ર માટે 2.23 લાખ કરોડ છે.નાણાં મંત્રીએ જણાવ્યું કે સ્વાસ્થ્ય ક્ષેત્રના બજેટને 137 ટકા વધારવામાં આવ્યું છે.

    નાણામંત્રીએ જણાવ્યું કે, ભારતમાં બનેલી ન્યૂમોકોકલ વેક્સિન હાલ માત્ર પાંચ રાજ્યો સુધી જ સિમિત છે, જેને આખા દેશમાં લાગુ કરાશે. આનાથી વર્ષ દરમિયાન 50 હજારથી વધુ બાળકોના જીવ બચાવી શકાયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સ્વસ્થ ભારત અમારો મંત્ર, નવી બિમારીઓ પર અમારું ફોકસ રહેશે. શહેર સ્વસ્છ ભારત મિશન 2.0 પર એક લાખ 41 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. આગામી પાંચ વર્ષમાં બે હજાર કરોડ રૂપિયા શુદ્ધ હવા પર ખર્ચાશે.


    602 બ્લોકમાં ક્રિટિકલ કેર હોસ્પિટલ બનશે. નાણામંત્રીએ જણાવ્યું કે, પોષણ પર ભાર અપાશે. આત્મનિર્ભર સ્વાસ્થ્ય સેવાની શરૂઆત થશે. કેન્દ્રની એક નવી યોજના પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના લોન્ચ કરાશે, આ યોજના પર 6 વર્ષોમાં અંદાજે 64,480 કરોડ ખર્ચ થશે.
નાણામંત્રીએ જણાવ્યું કે, સરકાર તરફથી WHOના સ્થાનિક મિશનને ભારતમાં લોન્ચ કરાશે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ માટે આ વર્ષના બજેટમાંથી અંદાજે 94,452 કરોડ રૂપિયાની તુલનામાં 2021-22માં 2,23,846 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.

    હેલ્થકેર માટે કુલ 2.23 લાખ કરોડની જાહેરાત. નાણામંત્રીએ કહ્યું કે, 35 હજાર કરોડ કોવિડ વેક્સિન માટે ફાળવવામાં આવ્યા છે.હેલ્થ બજેટ કુલ બે લાખ 32 હજાર કરોડ રૂપિયાનું છે. ગત વખતે આ બજેટ 92 હજાર કરોડનું હતું. આ વખતે તેમાં 137 વધારો થયો છે.

Download Our B K News Today App



Related News