આજે ગુજરાત ચૂંટણીની જાહેરાત : બપોરે 12 વાગ્યે ચૂંટણીપંચની પ્રેસ-કોન્ફરન્સ

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-11-03 11:06:04
  • Views : 200
  • Modified Date : 2022-11-03 11:08:10

     ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેનો અંત આજે બપોરે 12 વાગ્યે આવશે. આજે ચૂંટણીપંચની બપોરે 12 વાગ્યે પ્રેસ-કોન્ફરન્સ યોજાવાની છે, જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં નવેમ્બર અંતમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ શકે એવી અટકળો પણ ચર્ચાઈ રહી છે.ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે, બંને રાજ્યનાં પરિણામ 8 ડિસેમ્બરે જ જાહેર થશે હિમાચલ પ્રદેશમાં મતદાનની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને 12 નવેમ્બરે મતદાન થશે, જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. આ 26 દિવસના ગેપ વચ્ચે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાશે. હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીનાં પરિણામ 8 ડિસેમ્બરે એક જ દિવસે જાહેર થવાની સંભાવના છે. નવેમ્બરના અંતમાં એક તબક્કો અને ડિસેમ્બરની 1થી 5 તારીખ વચ્ચે બીજો તબક્કો એમ બે તબક્કામાં ગુજરાતમાં મતદાન થઈ શકે છે

ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારોનાં અરજીપત્રકો ભરવાની તારીખ તેમજ ઉમેદવારીપત્રો ચકાસવાની અને એને પરત લેવાની તારીખોની પણ જાહેરાત કરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણીપંચની પ્રેસ-કોન્ફરન્સ બાદ ભાજપ દ્વારા ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા પણ વેગીલી બની શકે છે. દરમિયાન આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં ભાજપની સંકલનની બેઠક મળવાની છે. આ સંકલનની બેઠકમાં રાષ્ટ્રીય અને પ્રદેશના તમામ નેતાઓ હાજર રહેશે. ભાજપને સેન્સ પ્રક્રિયામાં કુલ 4340 બાયોડેટા મળ્યા છે. સેન્સ પ્રક્રિયામાં સૌથી વધુ બાયોડેટા 1490 ઉત્તર ગુજરાતમાંથી મળ્યા છે. ભાજપને સૌરાષ્ટ્રમાંથી કુલ 1163 બાયોડેટા મળ્યા છે. મધ્ય ગુજરાતમાં મળ્યા 962 બાયોડેટા. તો બીજી તરફ સૌથી ઓછા બાયોડેટા 725 દક્ષિણ ગુજરાતમાંથી મળ્યા છે. 2017ની ચૂંટણી કરતાં 1100 બાયોડેટા વધારે મળ્યા છે. સેન્સ પ્રક્રિયામાં મળેલા આ બાયોડેટા પર સંકલનની બેઠક પર ભાજપ મંથન કરશે. સંકલનની બેઠક બાદ પસંદ કરેલાં નામો પાર્લમેન્ટરી બોર્ડ સમક્ષ રાખવામાં આવશે. ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠક છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આમાંથી 99 બેઠકો જીતી હતી. ત્યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપતાં 77 બેઠક જીતી હતી. અન્યના ખાતામાં 6 બેઠક હતી. આ ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા. ભાજપ ગુજરાતની સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે અને આ વખતે તેણે 182 બેઠકમાંથી 160 પ્લસનો લક્ષ્યાંક રાખ્યો છે, સાથે જ કોંગ્રેસ આ વખતે ભાજપને સત્તા પરથી હટાવવાનો પ્રયાસ કરી રહી છે. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી પણ આ બંનેની જગ્યાએ નવો વિકલ્પ લાવવાના તમામ વાયદાઓ સાથે ભરપૂર પ્રયાસ કરી રહી છે.કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ 10મી ઓકટોબર, 2022ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ મતદારયાદી અનુસાર, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદાર નોંધાયા છે, જેમાં 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરુષ 

Download Our B K News Today App



Related News