અંકલેશ્વર જીઆઇડીસી ભીષણ આગ લાગતા દોડધામ મચી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-06 17:57:34
  • Views : 58
  • Modified Date : 2024-06-06 17:57:34

ભરૂચ : રાજકોટ TRP ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બાદ રાજ્યમાં તંત્ર સક્રિય બન્યું છે. તમામ જાહેર સ્થળો અને ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફટીના સાધનો અંગે કડક તપાસ કરાઈ રહી છે. તંત્રની ચોકસાઈ વચ્ચે અંકલેશ્વર જીઆઇડીસી ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી.અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ખ્વાજા ચોકડી નજીક આવેલ સ્ટાર્ક કલર કંપનીમાં આગની ઘટના બની હતી. આગ એટલી ભીષણ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડયા હતા. કંપનીની ફાયર સેફટી સુવિધા આગ પર કાબુ મેળવી ન શકતા 5થી વધુ ફાયર ફાયટરો ઘટના સ્થળે રવાના કરાયા હતા.

Download Our B K News Today App



Related News