રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરનો આંખ ફોડતો વિકાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-27 11:58:31
  • Views : 335
  • Modified Date : 2020-08-27 11:58:31

ગાંધીનગર સ્માર્ટસીટીમાં છેલ્લા થોડા દિવસથી મેઘરાજાએ પુરેપુરી મહેર કરી છે. ત્યારે ગાંધીનગરના રોડ રસ્તાની હાલત બિસ્માર બની ગઈ છે. જાહેર રોડ ઉપરાંત સેક્ટરોના આંતરિક માર્ગોની હાલત ખરાબ થઈ ચુકી છે. જ્યાં જોવો ત્યાં નાના મોટા ખાડા પડી ગયા છે અને રોડ કાયદેસરની
કાંકરીઓથી ઉભરાઈ આવ્યો છે. ગાંધીનગરના માર્ગો પર છાસવારે સમારકામ કરવામાં આવે છે. પરંતુ રોડમાં થતા ભષ્ટ્રાચારને કારણે આ રસ્તાની આવી હાલત થાય છે.
ગાંધીનગર શહેરના સેક્ટર ૨૪, ૨૫, ૨૬, ૧૬, ૮, ૨૭, ૨૦, ચ રોડ જ રોડ અને ઘ રોડ તથા અન્ય રસ્તાની હાલત ખફોડી થઈ ગઈ છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આંતરીક માર્ગોની પણ હાલત ખરાબ થઈ ગઈ છે. તમામ મુખ્ય સહિત આંતરીક રસ્તાઓ પર કાંકરીઓ કાંકરીઓ થઈ ગઈ છે. ટુવ્હીલર વાહનચાલકોને તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આંખની સલામતી માટે ચશ્મા  ફરજીયાત પહેરવા પડી રહ્યા છે સાથે જ બાઈક કે સ્કૂટર
સ્લીપ ખાઈ જવાના પણ બનાવ બનતા હોય છે. તંત્ર દ્વારા હાલ વરસાદ રોકાય અને સમારકામ શરૂ કરવા માટે રાહ જોવામાં આવી રહી છે. પરંતુ જ્યારે પણ સમારકામ કરવામાં આવે છે કે કોઈ વીવીઆઈપી ગાંધીનગરની મુલાકાતે આવે ત્યારે તમામ મુખ્ય માર્ગો સહિત દરેક આંતરિક માર્ગોનું રીનોવેશન થતું જ હોય છે તેમ છતાં થોડો વરસાદ પડવાની સાથે જ રસ્તાઓની હાલત મગરના પીઠ સમાન બની જાય છે. મુખ્ય રસ્તાઓ ઉપર તો જાણે રીતસર કાંકરીજ પાથરી હોય તેવુ દેખાઈ આવે છે.      

રસ્તાની બિસ્માર હાલત અંગે અધિકારીઓને સૂચના અપાઇ
રાજ્યમાં ભારે વરસાદના કારણે જે રોડ-રસ્તાઓને નુકસાન થયું છે તેને હવે દિવાળી સુધીમાં રીપેર કરી દેવાની સૂચના રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કેબિનેટ બેઠકમાં આપવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓની હાલત બિસ્માર થઇ ગઇ છે. રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે. ત્યારે બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અધિકારીઓને રોડ રસ્તા બાબતે સૂચના અપાઇ હોવાનું રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જણાવ્યું હતું. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અગાઉ પણ દિવાળી સુધીમાં વરસાદથી ધોવાઈ ગયેલા રસ્તાના સમારકામ કરવા માટેની તમામ જિલ્લા અધિકારીઓ અને મહાનગરપાલિકાના કમિશ્નરને સૂચના આપી દીધી છે.-    મહેસૂલ પ્રધાન

Download Our B K News Today App



Related News