બનાસકાંઠામાં કોરોના વાયરસમાં સતત વધારો ઃ આંકડો ૧૫૪ પર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-17 11:33:00
  • Views : 858
  • Modified Date : 2020-06-17 11:33:00

બનાસકાંઠા જિલ્લામાં  કોરોના વાઇરસના  સંકમણમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પાલનપુરના વકીલ કલ્પેશ રાવલ અને અને ડીસા શહેરમાં એક મહિલાને કોરોના પોઝીટીવ આવતા  ભયનો માહોલ સર્જાયો છે.
બનાસકાંઠાના પાલનપુર શહેરની વાત કરવામાં આવે તો કોરોના કહેર વચ્ચે શહેરના નાગરિકો માસ્કો વગર બજારમાં હેરાફેરી કરતા નજરે જોવા મળે છે. બીજી બાજુ સોશિયલ ડિસ્ટબન્સનો અમલ કરવામાં  આવતો નથી. ત્યારે લોકોને કોરોનાનો ભય જરાય પણ લાગતો નથી તેવું નજર સામે દેખાઈ રહ્યું છે. આવનાર સમયમાં વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે તો નવાઈ નહી.  પાલનપુર શહેરમાં કોરોના સંક્રમણમાં  દિવસે દિવસે સતત વધારો થઇ રહ્યો છે.  સરકારી કચેરીઓના કામકાજ ચાલુ કરવાથી લોકોને અવરજવરમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પાલનપુર શહેરના વકીલ કલ્પેશ રાવલનો કોરોના પોઝિટિવ આવતા સમગ્ર
પાલનપુરના અધિકારીઓમાં ફફડાટ સર્જાયો છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના  પોઝિટિવ  આંક  ૧૫૪ પર  પહોંચ્યો છે.

Download Our B K News Today App



Related News