તંત્ર દ્વારા આંકડા છુપાવાતા હોવાનો ચોંકાવનારો અહેવાલ જી.જે.૧૮ ખાતે કોરોનાની રફ્તાર તેજ આંકડામાં લોલમલોલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-06 11:13:34
  • Views : 325
  • Modified Date : 2020-10-06 11:13:34

ગુજરાતમાં કોરોના
હાહાકાર મચાવ્યો છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ તહેલકો મચી ગયો હોય છે. ત્યારે કોરોનાના દર્દીઓની સંખ્યામાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. કોરોના સંક્રમિતની સંખ્યા ડગલેને પગલે વધી રહી છે. ત્યારે રવિવાર ૪ ઓક્ટોબરના આંકડામાં મોટો તફાવત સાથે આરોગ્ય વિભાગે ૬૦ કેસ પોઝિટિવનો આંકડો ચોંકાવનારો આપ્યો છે. ત્યારે સૌથી વધારે આંકડા આજદિન સુધીના કોરોના પોઝિટિવના જોવા મળ્યા છે.
પ્રાપ્ત સુત્રો તથા ખબરપત્રી દ્વારા મળેલી માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લામાં કોરોનાએ સ્પીડ પકડી હોય તેમ કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધતો વધારો થાય છે. ત્યારે કોરોનાના કારણે અનેક લોકો મૃત્યુ પામ્યા છે. જેમાં રવિવારથી સોમવાર સવાર સુધી ૧૨ જેટલા વ્યક્તિઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. તંત્ર દ્વારા
આંકડાની માયાજાળ હોય તેમ આંકડા છુપાવવાનો પ્રયત્ન થયેલ છે. જે અમારા ખબર પત્રિકા દ્વારા જે આંકડા છૂપાવવામાં આવ્યા છે તે હકીકત શું છે તે બહાર લાવવામાં આવી છે. ત્યારે મનપા દ્વારા ૪ ઓક્ટોબરના રોજ કોરોના
પોઝિટિવ દર્દીઓના આંકડા બતાવ્યા છે તે ૧૭ આવ્યા છે જિલ્લા પંચાયત દ્વારા જે આંકડા દર્શાવ્યા છે તે ૧૫ છે ત્યારે આરોગ્ય વિભાગ જે સચિવ આરોગ્ય સચિવ જયંતિ રવિના હસ્તક આવે છે. તેના આંકડા ચોંકાવનારા એટલે કે ડબલ એવા ૬૦ દર્શાવ્યા છે તો સાચા આંકડા કયા? ગાંધીનગર જિલ્લાના નગરજનો હવે કોરોના સાથે જીવવું હોય અને સલામત રહેવું હોય તો માસ્ક, ડિસ્ટન્સ અને સેનેટાઈઝરનો
ઉપયોગ કરો કોરોના એ રફતાર તેજ પકડી છે.
દિવાળી બાદ આ રફતાર ભારે તે જ પકડે તેવી શક્યતાઓ ઠંડીની ઋતુમાં સ્થિતિ વણસે તો નવાઈ નહીં.મુક્તિધામ ખાતે અન્ય જિલ્લાઓમાંથી પણ બોડીને અગ્નિસંસ્કાર આપવામાં આવે છે જેથી બીજા જિલ્લાના સ્મશાનગૃહ પેક છે હવે સ્મશાનગૃહમાં વેઇટિંગ જેવી હાલત છે. સિવિલ ગાંધીનગરમાં હેલ્પ ડેસ્ક શોભાના ગાંઠિયા સમાન છે. દર્દીને મોબાઈલની જરૂર હોય અને ખબર અંતર પૂછવું હોય તો મોકલવા માટે ભારે ધાંધિયા છે.ગાંધીનગર સ્મશાનગૃહમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલ જેમાં રવિવાર ૪ ઓક્ટોબરથી સોમવાર સુધીમાં ૧૨ જેટલા કોરોના સંક્રમિત મૃત્યુ પામેલા છે
જેની બોડી ગાંધીનગર મુક્તિધામ ખાતે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે તો પ્રાઇવેટના આંકડા તો હજુ જોજન દુર છે ત્યારે ૬૦ જેટલા પોઝિટિવ કેસોથી ગાંધીનગર જીલ્લા તથા શહેરમાં હાહાકાર મચી ગયો છે.  સંક્રમણની સ્પીડ વધી છે ત્યારે હવે વિકાસના કામોને બંધ કરીને કોરોનામાં નાગરિકની સલામતીના ભાગરૂપે સારી ટ્રીટમેન્ટ અને તમામ સગવડો મળે તે કરવાની જરૂર છે. તંત્ર દ્વારા ઘોર
બેદરકારી ગણાવી આંકડા
છુપાવવાનું કારણ શું.

ગુજરાતમાં કુલ મૃત્યુ ૯ તો ગાંધીનગર સ્મશાનગૃહમાં ૧૨ લાશ ક્યાંથી આવી ?
સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારથી સોમવાર સુધીમાં ૧૨ બોડી અગ્નિસંસ્કાર માટે આવી છે. મૃત્યુના આંકડામાં પણ લોલમલોલ ચાલી રહ્યું છે. કોરોનાના કારણે ગુજરાતમાં ચાર ઓક્ટોબરના રોજ સરકારી ચોપડાના આંકડા એવા આરોગ્ય વિભાગના આંકડા ૯ બતાવે છે. તો ગાંધીનગર જિલ્લામાં ફક્ત ૯ વ્યક્તિ રવિવારના રોજ કોરોનાના કારણે મૃત્યુ થયેલ છે અને સોમવાર સવાર સુધીમાં ૧૨ જેટલી બોડી આવેલી છે તો સાચું કોણ ? તારીખ ૪ ઓક્ટોબરના રોજ આરોગ્ય વિભાગ દ્વારા ગાંધીનગર સિવિલમાં કોઈ મૃત્યુ પામેલ ન હોવાનું બતાવ્યું છે તો રવિવાર રાત્રી સુધી માનવ બોડી મુક્તિધામ ખાતે કોની આવી?

Download Our B K News Today App



Related News