દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મહામંત્રી તરીકે સ્થાન મળ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-22 11:47:30
  • Views : 471
  • Modified Date : 2019-04-22 11:47:30


દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળીની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ અનિલ માળીની પ્રદેશ મહામંત્રી તરીકેની નિયુક્તિ કરી છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી સમયે ૩૧ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ અનિલ માળીએ ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.

ભાજપમાં તેઓ પ્રદેશ કારોબારી સભ્ય પણ રહી ચૂક્યા છે. પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી પદે અનિલભાઈ માળીને જવાબદારી સોંપાતા ઇતર સમાજના નેતૃત્વનો વધારો થતાં કોંગ્રેસ વધુ મજબુત બનશે અને તેઓ યુવા અને ઉત્સાહી અને ધૈર્ય પૂર્ણ અને કાર્યક્ષમ કર્મઠ નેતા છે. જે ઇતર સમાજનો ચહેરો તરીકે જોવાઇ રહ્યા છે અને તેઓની નિમણુંકના પગલે  કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને નિમણુંકના સમાચારના પગલે ઠેરઠેર સન્માન પણ થયું હતું. તેમજ દિયોદરના વર્તમાન ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, બી.કે.જોષી, બળદેવ બારોટ યુથ પ્રમુખ, ઉમેદભાઈ પટેલ 

પાલડી, નાનજીભાઈ પટેલ નવાપુરા, બળવંતજી ઠાકોર લુદ્રા, ભારતીબેન ચૌધરી, નારસિંહભાઇ રબારી, અભેસિંહ ઠાકોર, ભરતજી 

ઠાકોર એડવોકેટ, ચિરાગભાઈ ત્રિવેદી સહિતનાઓએ ફુલહાર અને મીઠુ મોં કરાવી કોંગ્રેસના વિજયનાદ સાથે ઉત્સાહ પૂર્વક શુભેછાઓ પાઠવી હતી. જ્યારે અનિલભાઈ માળીએ જણાવ્યું હતું કે પ્રદેશ નેતૃત્વ દ્વારા મારી પ્રદેશ કોંગ્રેસ તરીકે નિમણુંકને આવકારી અને તેઓનું સન્માન જળવાય અને હું હંમેશા ઉત્તમકાર્ય શૈલી થકી પાર્ટી સંગઠન વધુ મજબૂત બને અને તમામ વર્ગોના ઉત્થાન માટે પ્રયત્નશીલ રહીશ.

આમ દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળીની પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી પદે નિમણુંકને સર્વત્ર ભારે આવકાર સાંપડયો હતો અને સમર્થકોએ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ કાર્યકરોમાં ઉત્સાહનો નવો સંચાર થયો હતો.


Download Our B K News Today App



Related News