ગુજરાતને મુખ્ય સચિવ પદે ગુજરાતના અનિલ મુકીમ મળ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-29 12:57:42
  • Views : 361
  • Modified Date : 2019-11-29 12:57:42

ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે 1985 બેચના આઇ.એ.એસ અધિકારી અનિલ મુકીમની નિમણૂકની માત્ર ઔપચારિકતા બાકી છે.ત્યારે ગુરુવારે હાલ કેન્દ્રમાં ખાણ ખનીજ વિભાગના સચિવનો હોદ્દો સંભાળી રહેલા અનિલ મુકીમ તેઓ 30 નવેમ્બરે હોદ્દો સંભાળશે તેમ જણાવ્યું હતું.ફરી ગુજરાતમાં કામ કરવા માટે ઉત્સાહિત એક અંતરાલ બાદ મુકીમે જણાવ્યું કે તેઓ ફરી પાછા ગુજરાતમાં કામ કરવા માટે ઉત્સાહિત છે. ત્યારે રાજ્યનાં વર્તમાન મુખ્ય સચિવ ડો. જે એન સિંઘનો કાર્યકાળ 30 નવેમ્બરે પૂર્ણ થઇ રહ્યો છે અને આ જ દિવસે મુકીમ સંધ્યાકાળ પૂર્વે રાજ્યના સર્વોચ્ચ અમલદાર તરીકે હોદ્દો ગ્રહણ કરી લેશે.આમ મૂળ ગુજરાતના વતની હોય તેવા સનદી અધિકારી મુખ્ય સચિવ તરીકે મળશે. રાજ્ય સરકારના  જણાવ્યા અનુસાર આ ઔપચારિકતા માટે એક નાના સમારોહનું આયોજન પણ કરાયું છે. મુકીમની નિયુક્તિ સાથે બાર વર્ષ બાદ ગુજરાતને મૂળ ગુજરાતના વતની હોય તેવા સનદી અધિકારી મુખ્ય સચિવ તરીકે મળશે. આ અગાઉ પી.કે .લહેરી અને સુધીર માંકડ જેવા ગુજરાતી સનદી અધિકારીઓ આ સ્થાન પર રહી ચૂક્યા છે. મુકીમનું પૈતૃક વતન રાજસ્થાન છે. પરંતુ તેઓની જન્મ અને કર્મભૂમિ અમદાવાદ રહી છે. આ ઉપરાંત તેઓ દોઢ વર્ષ સુધી અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર પદે પણ રહી ચૂક્યા છે.ઓક્ટોબર 2001 થી જાન્યુઆરી 2005 સુધીના સાડા ત્રણ વર્ષ જેટલા લાંબાગાળા સુધી મુકીમ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે રહી ચૂક્યા છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતના રમખાણો અને મોદીના મુખ્યમંત્રી બન્યા બાદની ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી પણ યોજાઇ હતી. આ દરમિયાન મુકીમે ખંતથી કામ કરી મોદીનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. આ ઉપરાંત તેઓ હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં અગ્ર સચિવ તરીકે હોદ્દો સંભાળી રહેલા ગુજરાત કેડરના ભૂતપૂર્વ આઇ.એ.એસ અધિકારી પી.કે.મિશ્રના પણ વિશ્વાસુ અધિકારી તરીકે છાપ ધરાવે છે.

Download Our B K News Today App



Related News