રાહુલના નોર્થ-સાઉથવાળા નિવેદનથી નારાજ કોંગ્રેસના G-23 નેતા આજે જમ્મુમાં મળશે, ગાંધી પરિવારને આપી શકે છે આકરો સંદેશ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-27 14:54:21
  • Views : 269
  • Modified Date : 2021-02-27 14:54:21

    કોંગ્રેસનેતા રાહુલ ગાંધીનો શનિવારે તામિલનાડુ જવાનો કાર્યક્રમ છે. રાહુલ ગાંધી ત્યાં ચૂંટણી કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરૂ કરશે. રાહુલ ભલે દક્ષિણમાં તાકાત બતાવવા ગયા હોય, પરંતુ કેરળમાં તેમના નોર્થ-સાઉથવાળા નિવેદન પછી કોંગ્રેસના ઉત્તર ભારતીય નેતાઓ નારાજ છે. શનિવારે જમ્મુમાં થનારી બેઠક પછી આ નેતા પાર્ટીના ટોપ લીડરશિપ વિરુદ્ધ આકરો સંદેશ આપી શકે છે. એમાં પાર્ટીના 23 સિનિયર લીડર પણ સામેલ છે. કોંગ્રેસથી નારાજ આ નેતાઓને G-23ના નામે ઓળખી શકાય છે. આ દરેક નેતા પાર્ટી નેતૃત્વથી નારાજ છે. આ નેતાઓએ કોંગ્રેસના વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ ચિઠ્ઠી લખી હતી અને તેમના નેતૃત્વ સામે સવાલો ઊભા કર્યા હતા. આ જ નેતાઓ શનિવારે જમ્મુમાં ભેગા થઈને તેમની તાકાત દેખાડશે.

    આ નેતાઓમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, કપિલ સિબ્બલ, રાજ બબ્બર, વિવેક તન્ખા, ગુલામ નબી આઝાદ સામેલ છે. આ દરેક નેતા એક કાર્યક્રમમાં સામેલ થશે. એમાં મનીષ તિવારી પણ પહોંચે એવી શક્યતા છે. આ દરેક નેતા ઉત્તર ભારતના છે.

    ગયા વર્ષે ઓગસ્ટમાં સોનિયા ગાંધીને લખવામાં આવેલી ચિઠ્ઠીમાં G-23ના નેતાઓએ પાર્ટીમાં તરત સુધારાની માગણી કરી હતી. એમાં મૂળ સ્તરથી લઈને કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) સુધી સંગઠનની ચૂંટણીની માગ કરવામાં આવી હતી. આજે એકવાર ફરી આ દરેક નેતા ગાંધી પરિવાર સામે એક જૂથ થઈ રહ્યા છે. નેતાઓનો વિરોધ ગાંધી પરિવારના તે ખાસ લોકો સામે પણ છે, જે પાર્ટી સંગઠન અને સંસદમાં મહત્ત્વની પોઝિશન પર બેઠા છે.

    કોંગ્રેસના G-23 સાથે જોડાયેલા એક સિનિયર લીડરે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીમાં અત્યારે જે પણ કઈ ચાલી રહ્યું છે એ ગયા વર્ષે ડિસેમ્બરમાં થયેલી પાર્ટીની વર્કિંગ કમિટીના નિર્ણયથી એકદમ ઊંધું છે. પાર્ટીમાં અત્યારસુધી કોઈ ચૂંટણી અથવા સુધારો જોવા મળ્યો નથી. એક અન્ય નેતાનું નામ ના છાપવાની શરતે કહેવામાં આવ્યું છે કે આ રાહુલ ગાંધી માટે સીધો મેસેજ છે. અમે દેશને દેખાડવા માગીએ છીએ કે ઉત્તરથી દક્ષિણ સુધીમાં ભારત એક છે.

    G-23 સાથે જોડાયેલા એક સૂત્રના જણાવ્યા પ્રમાણે, નેતાઓએ તાજેતરમાં જ રાજ્યસભાની સીટ પરથી નિવૃત્ત થયેલા ગુલામ નબી આઝાદ સાથે કરવામાં આવેલી ગેરવર્તણૂક સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. ગુલામ નબી આઝાદને કોંગ્રેસે બીજો મોકો ના આપ્યો. ગ્રુપ સાથે જોડાયેલા એક નેતાએ કહ્યું, જ્યારે બીજી પાર્ટીના નેતાઓ આઝાદ માટે સીટ છોડી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીની લીડરશિપે તેમના માટે કોઈ સન્માન ન દર્શાવ્યું. તેમની જગ્યાએ રોબર્ટ વાડ્રાનો કેસ લડતા વકીલને રાજ્યસભાની સીટ આપી દીધી.

    રાહુલે મંગળવારે તિરુવનંતપુરમમાં કહ્યું હતું કે પહેલાં 15 વર્ષમાં ઉત્તર ભારતથી એક સાંસદ હતા. મને એક અલગ રાજનીતિની આદત હતી. કેરળ આવવું ખૂબ રિફ્રેશિંગ હતું, પરંતુ પછી મને અચાનક ખબર પડી કે અહીંના લોકોને મુદ્દાઓમાં રસ છે અને એ માત્ર ઉપરછલ્લો નહીં, પરંતુ તેઓ દરેક મુદ્દા વિશે વિસ્તરણથી માહિતી પણ રાખે છે. રાહુલના આ નિવેદન પછી ઉત્તર ભારત વિરુદ્ધ દક્ષિણ ભારતની જંગ છેડાઈ ગઈ છે.


Download Our B K News Today App



Related News