ગાંધીનગરમાં જાહેરમાં કચરો સળગાવનારા સામે કાર્યવાહી ના થતા પ્રકૃતિપ્રેમીઓમાં રોષ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-01 12:06:39
  • Views : 281
  • Modified Date : 2021-03-01 12:06:39

    પાટનગરમાં જાહેરમાં કચરો સળગાવવા પર પ્રતિબંધ હોવા છતા સેકટર-20માં કચરો સળગાવાતા પ્રકૃતિપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. ગાંધીનગર શહેરના સેક્ટર 20 ની સરકારી પ્રાથમિક શાળા નંબર ૧ ની દીવાલ પાસે ગઈકાલે સાંજના સમયે કચરો સળગતો જોવા મળ્યો હતો.જાહેર માર્ગે કોઈએ કચરો સળગાવતા વાહન ચાલકો અને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા હતાં. છાશવારે શહેરમાં જાહેર સ્થળોએ કચરો સળગાવાની પ્રવૃત્તિ અવારનવાર બનતી હોવાથી પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો.

    ગાંધીનગરના સેક્ટર 20 માં આવેલ સરકારી પ્રાથમિક શાળા નંબર 1 ની દીવાલ પાસે ગઈકાલે સાંજના સમયે કોઈએ જાહેરમાં કચરો સળગાવ્યો હતો. જેનાં કારણે રોડ પર ખુબ જ ધૂમાડો જોવા મળ્યો હતો. ધૂમાડાના કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ખુબ જ મૂશ્કેલી પડી હતી તેથી વાહન ચાલકો કચવાટ કરતા નજરે પડયા હતાં. જ્યારે કેટલાક જાગૃત યુવાનો ભેગા મળીને આગને વધુ પ્રસરતા અટકાવી દીધી હતી.ગાંધીનગરમા ઘણાં સ્થળોએ વારંવાર કચરો સળગાવવામાં આવતો હોવાથી રહીશો પરેશાન થઈ ગયા છે પરંતુ આ બાબતે ગાંધીનગર મહા નગરપાલિકા દ્વારા હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી તેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

    જાહેરમાં કચરો સળગાવતા લોકો સામે ગાંધીનગર મહાપાલિકાએ લાલ આંખ કરવી જરૂરી બની રહે છે અને સંબંધિત વિભાગે પણ કડક પગલાં લેવા જરૂરી બની રહે છે. હાલ વાતાવરણમાં પ્રદુષણ ખુબ જ વધી રહ્યુ છે ત્યારે લોકોએ જાગૃત થવાની જરૂરીયાત છે.

Download Our B K News Today App



Related News