થરાદ તાલુકાના આંગણવાડી કાર્યકરો પ્રાંત અધિકારી અને સી.ડી.પી.ઓ ને આવેદન આપી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા

  • Published By :
  • Published Date : 2022-09-09 18:03:34
  • Views : 313
  • Modified Date : 2022-09-09 18:03:34

ગુજરાતના દરેક જિલ્લાઓમાં આંગણવાડી કાર્યકર અને હેલ્પર બેનોની હડતાલ ચાલે છે. તેમના સમર્થનમાં બનાસકાંઠા ના થરાદ તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા પ્રાંત અધિકારી સહીત સી.ડી.પી.ઓને આવેદન આપી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. આ સમગ્ર બાબતે અમારા પ્રતિનિધિએ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો સાથે વાતચીત કરી હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકારી ધારાધોરણ મુજબ ઉનાળું વેકેશન આપ વામાં આવે, માનદ વેતન બંધ કરી કાયમી કર્મચારી જાહેર કરવામાં આવે, અનુભવના આધારે બઢતી આપવામાં આવે, મીની આગણવાડીઓ જનરલમાં નો ફેરવામાં આવે, આંગણવાડીમાં વધારાની કામગીરી બંધ કરવામાં આવે અને વધુ વેતન આપવામાં  આવે, આંગણવાડી કાર્યકર અને તેડાગરને આંગણવાડીમાં નાસ્તા સુખડીના બીલો, દળામાણના કેર બીલો એડવાન્સમાં આપવામાંઆવે અને આંગણવાડી કેન્દ્રો માટે મટીરીયલ્સ, વેકેશન ટાઈમ જેવી અન્ય માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગણીઓ સાથે નારા લગાવ્યા હતા. આવતા દિવસોમાં અમારી માંગણીઓ પુરી નહિ કરવામાં આવે તો અચોક્કસ મુદત માટે હડતાળ ઉતર્યા

Download Our B K News Today App



Related News