પાલનપુરમાં તારાનગર ભાગ એકમાં આંગણવાડી કેન્દ્ર નંબર:એકવીસમાં નિરોગી બાળ યોજના સામે સવાલ ઉઠ્યા છે જેમાં સરકાર દ્વારા જરૂરિયાત મંદ બાળકોને આપવામાં આવતી સહાયની સામગ્રી સગેવગે કરતાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહયી છે .

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-03 13:07:00
  • Views : 303
  • Modified Date : 2021-02-03 13:07:00

     પાલનપુરમાં તારાનગર ભાગ એકમાં આંગણવાડી કેન્દ્ર નંબર:એકવીસમાં નિરોગી બાળ યોજના સામે સવાલ ઉઠ્યા છે જેમાં સરકાર દ્વારા જરૂરિયાત મંદ બાળકોને આપવામાં આવતી સહાયની સામગ્રી સગેવગે કરતાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહયી છે 

    એક તરફ ગુજરાતની સંવેદનશીલ સરકાર અંતરિયાળ અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવા વિવિધ યોજનાનો અમલ કરે છે. આ માટે આંગણવાડી અને બીજી અનેક યોજનાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે કાર્યરત છે. આ સમયે પાલનપુર શહેરમાં તારાનગર ભાગ એકમાં આંગણવાડી કેન્દ્ર નંબર:એકવીસ જે પાલનપુરના સેજ ટ્રેનમાં આવે છે. અહીં કાર્યકર તરીકે જોશી મીનાબેન જ્યારે તેડાગર તરીકે જોશી ઉમાબેન ફરજ બજાવે છે. આ બાબતે અમારા પ્રતિનિધીને જાણવા મળ્યા મુજબ તન્વી નાગર નામક મહિલાએ આ આંગણવાડીના સંચાલિકા ઉપર તેલના ડબા સીધા સગેવગે કરવાનો આક્ષેપ કર્યો હતો. સરકાર દ્વારા આપવામાં આવતી સહાય જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચતી ન હોવાની આ  ફરિયાદો ઉઠવા પામી છે. એક તરફ તન્વી નાગર તેલના ડબા વેંચતા હોવાનું જણાવવામાં આવે છે ત્યારે ભાવનાબેન શ્રીમળીએ કહ્યું કે 'મારા પતિનું મૃત્યુ થયું એ પહેલાં આ તેલના ડબ્બાના એક હજાર આઠસો રૂપિયા આપ્યા હતા. આમ છતાં આંગણવાડી કાર્યકરે બીજી વખત એક હજાર આઠસો રૂપિયા લઈ ભાવનાબેન શ્રીમાળીને આ ડબો વેચાતો લીધો છે.એવું એમણે કબુલ્યું હતું.

    આ અંગે જિલ્લા કક્ષાના અધિકારીઓ શુ પગલાં લેશે એ વિચારવું રહ્યું. સરકાર દ્વારા બાળકો માટે આવતી સામગ્રી વેચનાર અને ખરીદનાર બંનેનું નોંધારું દેખાઈ રહ્યું છે ત્યારે જિલ્લા કચેરી શું પગલાં લેશે તે જોવું રહ્યું.

 

Download Our B K News Today App



Related News