દાંતા તાલુકાની આંગણવાડી બહેનો આક્રમક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-18 11:15:33
  • Views : 469
  • Modified Date : 2019-08-18 11:15:33

 દાંતા તાલુકાની આંગણવાડી બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને ફરીથી દાંતા ખાતે આંગણવાડી કેન્દ્રોની ઓફિસ ઉપર આક્રમક બનીને તંત્ર સાથે લડી લેવાના મુડમાં જોવા મળી હતી.  
ગુજરાતના અતિ પછાત એવા દાંતા તાલુકામાં વિવિધ જગ્યાઓ અને ગામોમાં આંગણવાડી કેન્દ્રો સરકાર તરફથી શરૂ કરાયા છે. અહી આંગણવાડી કેન્દ્રની સંચાલિકા તરીકે મહિલાઓની નિમણુંક કરવામાં આવી છે. પણ પાછલાં ઘણા સમયથી આવી બહેનો સાથે ભારોભાર અન્યાય થઇ રહ્યો છે. આ આંગણવાડી કેન્દ્રો પર સરકાર તરફથી જે સુવિધાઓ આપવામાં આવે છે તેમાં ભારે પોલમપોલ ચાલી રહ્યું છે, અને આજ કારણોસર આવી બહેનોને ન્યાય માટે રોડ ઉપર આવવુ પડે છે.
સરકાર એક બાજુ સબ સલામતનો દાવો કરી રહી છે જયારે ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આખા વિશ્વ મા ગુજરાત અને ભારતના ગુણગાન ગાઈ રહ્યા છે ત્યારે મોદીના ગૃહ રાજ્ય ગુજરાત મા પરિસ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી રહી છે. એક તરફ મહિલા સશક્તિકરણની વાતો મોટા
પાયે કરાય છે. ત્યારે ગુજરાતના સૌથી પછાત તાલુકા દાંતાની આંગણવાડી બહેનોએ  વરસતા વરસાદમાં વિવિધ માંગણીઓને લઈને આવેદનપત્ર આપી
પોતાની વિવિધ માંગો સાથેનું આવેદનપત્ર મુખ્યમંત્રીથી લઇ વિવિધ વિભાગોને કરતા સન્નાટો છવાઈ ગયો હતો. શનિવારે ૨૨૫ કરતા વધુ બહેનો હાજર રહી પોતાની એકતાનો પરિચય આપ્યો હતો.

Download Our B K News Today App



Related News