દેશના સીમાડેથી આઝાદી કા અમૃત મહોત્સવનો અનેરો કાર્યક્રમ થયો જેમાં બાળકોની વેકસીન આવે તે પહેલા, બાળકોએ કોરોના વેકસીનનું મહત્વ સમજાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-30 11:25:17
  • Views : 216
  • Modified Date : 2021-10-30 11:25:17

થરાદની  ગાયત્રી વિદ્યાલય, ના ધોરણ 6-12ના  2026 વિદ્યાર્થીઓએ  પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કોરોના સામે લડનાર સૌ દેશવાસીઓનો આભાર વ્યક્ત કરતી ટપાલો બનાસબેંકના ડિરેક્ટર  શૈલેશભાઈ પરબતભાઈ પટેલને લખી  આપી. જેમના થકી પ્રધાનમંત્રીના કાર્યાલયે મોકલવાની વ્યવસ્થા કરવામા આવી હતી  આ ઉપરાંત આઝાદી કા  અમૃત મહોત્સવ  અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા થરાદ નગર ખાતે આવેલ સ્મારકો તથા સરકારી કચેરીઓ, સરકારી રેફરલ હોસ્પિટલ તથા સરદાર વલ્લભભાઈ પટેલ,બાબા સાહેબ, સ્વામી વિવેકાનંદ, જગતાબાપુ તથા થીરપાલધરુની પ્રતિમાઓને સ્નાન કરાવી પુષ્પમાળા અર્પણ કરવામા આવી ..આ પ્રસંગે  બનાસબેંકના ડિરેક્ટર  શૈલેશભાઈ પટેલ , આચાર્ય ડૉ.આર.વી.પટેલ, સુપરવાઇઝર સગરામભાઈ ચૌધરી, ભરતભાઈ ચૌધરી, રાસેંગભાઈ પટેલ તથા સ્ટાફ પરિવારે રસ પૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવી ગાંધીજીના વિચારોને સમાજમા ફેલાવી આઝાદીનું મહત્વ સમજાવ્યું હતું.

Download Our B K News Today App



Related News