ડીસામાં કોરોના વાયરસ વચ્ચે અનેક વિસ્તારો ગંદકીમાં ગરકાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-12 11:26:35
  • Views : 515
  • Modified Date : 2020-04-12 11:26:35

ગુજરાત સરકાર દ્વારા કોરોના વાયરસ સામે રાતદિવસ લોકો સુરક્ષિત રહે તે માટે
પગલાં ભરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ હાલમાં ડીસા શહેરના અનેક એવા વિસ્તારો એવા છે કે જ્યાં ગંદકીના કારણે લોકો કોરોના વાયરસથી વધારે આ ગંદકીથી ડરી રહ્યા છે.
કોરોના વાયરસની લડાઈમાં ગુજરાત સરકાર દ્વારા અનેક પ્રકારના પગલાં ભરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને લોકો ઘરમાં રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન
આપવામાં આવ્યું છે. કોરોના સામેની લડાઇમાં લોકો સુરક્ષિત રહે તે માટે ગુજરાતની તમામ નગરપાલિકાના કર્મચારીઓ અને સફાઈ કામદારો રાતદિવસ મહેનત કરી શહેરને સાફ કરે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ હજુ સુધી એક પણ કોરોના વાયરસનો કેસ આવ્યો નથી. કોરોનાનો એક પણ કેસ બનાસકાંઠા જિલ્લામાં ન આવે તે માટે બનાસકાંઠા જિલ્લાનું તંત્ર રાત દિવસ મહેનત કરી રહ્યુ છે પરંતુ ડીસામાં આજે પણ એવા કેટલાંય એવા વિસ્તારો છે કે જ્યાં સફાઈ કરવામાં આવી નથી. વાત કરીએ ડીસાના બેકરીકુવા વિસ્તારની તો આ વિસ્તારમાં હાલ ૫૦૦ થી પણ વધુ પરિવારો રહે છે.
આજુબાજુની સોસાયટીનું ગંદુ
પાણી આ વિસ્તારમાંથી પસાર થાય છે,
જેના કારણે હાલ કોરોના વાયરસથી વધારે આ વિસ્તારના લોકોને આ ગંદા પાણીથી વધારે બીક લાગે છે. ત્યારે આ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે છેલ્લાં ઘણાં સમયથી આ ગંદા પાણીની સમસ્યા અમારા વિસ્તારમાં છે.
ત્યારે આ બાબતે અમારા વિસ્તારના લોકો દ્વારા ડીસા નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ જ પ્રકારની સફાઈ કરવામાં આવી નથી, જેના કારણે હાલ મોટી બીમારી ફાટી નીકળે તેવી દહેશત વર્તાઇ રહી છે. ત્યારે ડીસા નગરપાલિકાના તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં સફાઈ કરાવે નહીંતર આગામી સમયમાં કોઈપણ પ્રકારની મોટી બીમારી ફેલાશે તો તેની તમામ પ્રકારની જવાબદારી નગર
પાલિકાની રહેશે.

Download Our B K News Today App



Related News